Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : રાજસ્થાન પોલીસ પાસેથી ટ્રાન્સફર વોરંટથી વાહન ચોરની GIDC પોલીસે કરી અટકાયત...

જીઆઈડીસી પોલીસે વાહન ચોરીમાં સંડોવાયેલ આરોપીની રાજસ્થાન પોલીસ પાસેથી ટ્રાન્સફર વોરંટથી અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે...

અંકલેશ્વર : રાજસ્થાન પોલીસ પાસેથી ટ્રાન્સફર વોરંટથી વાહન ચોરની GIDC પોલીસે કરી અટકાયત...
X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે વાહન ચોરીમાં સંડોવાયેલ આરોપીની રાજસ્થાન પોલીસ પાસેથી ટ્રાન્સફર વોરંટથી અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, રાજસ્થાનના બાડમેર પોલીસે વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલ ધોરી મન્ના તાલુકાના સુના રોકી બેરી રોહિલાના વાહન ચોર પીરારામ જગરામ ઉર્ફે જગમાલ બિસ્નોઈને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની આગવી પુછપરછ કરતા તેણે વર્ષ-૨૦૧૪મા અંકલેશ્વરના ભડકોદ્રા ગામની હદમાંથી બોલેરો પીકઅપ વાનની ચોરી કરી હોવાની કબુલાત આપી હતી, ત્યારે રાજસ્થાન પોલીસે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસનો સંપર્ક કરતા જીઆડીસી પોલીસે વાહન ચોરીના આરોપીની ટ્રાન્સફર વોરંટથી અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story