/connect-gujarat/media/post_banners/b38db2cabf1f4aa5fbf56795836564c7482cd009245c90cc5e895e45ff4ddcab.jpg)
અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ભંગારના શંકાસ્પદ જથ્થા સાથે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અંકલેશ્વર જીઆઇડીસી પોલીસના કર્મીઓ કાપોદ્રા પાટિયા વિસ્તારમાં પેટ્રોલિંગ હતાં તે દરમિયાન ટેમ્પો અસાર માર્કેટ તરફ જઈ રહ્યો હતો જેને રોકી તલાસી લેતા તેમાંથી લોખંડની પાઇપ, પ્લેટ તેમજ અન્ય બલોખંડનું ભંગાર મળી આવ્યું હતું જેની કિંમત ૪૫ હજાર રૂપિયા,ટેમ્પોની કિંમત બે લાખ રૂપિયા થવા જાય છે. આ બાબતે યોગ્ય તપાસ કરતા ભંગારના જથ્થા અંગે જરૂરી દરસ્તાવેજો મળી આવ્યા ન હતા. જેથી જીઆઇડીસી પોલીસે શંકાસ્પદ મુદ્દામાલ કબજે કરી ડ્રાઇવર લવકુશ પ્રજાપતિની ધરપકડ કરી હતી અને કુલ રૂપિયા 2.54 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે