Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: જીઆઈડીસીની FIBC કંપનીમાં તસ્કરો ત્રાટક્યા, રૂ.80 હજારથી વધુના મુદ્દામાલની ચોરી

જી.આઈ.ડી.સી.ની ગીરીરાજ હોટલ પાસે આવેલ ગણેશ એફ.આઈ.બી.સી.કંપનીમાં તસ્કરો ત્રાટકી ૨૦ મોટર મળી કુલ ૮૦ હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

અંકલેશ્વર: જીઆઈડીસીની FIBC કંપનીમાં તસ્કરો ત્રાટક્યા, રૂ.80 હજારથી વધુના મુદ્દામાલની ચોરી
X

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની ગીરીરાજ હોટલ પાસે આવેલ ગણેશ એફ.આઈ.બી.સી.કંપનીમાં તસ્કરો ત્રાટકી ૨૦ મોટર મળી કુલ ૮૦ હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ સ્ટેશન પાસે આવેલ શ્યામ કોમ્પ્લેક્ષ ખાતે રહેતા પરેશ લાલજી રાદડિયા અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની ગીરીરાજ હોટલ પાસે આવેલ ગણેશ એફ.આઈ.બી.સી.કંપનીમાં ભાડેથી ત્રિકાલ ઇલેક્ટ્રિક એન્ડ રીવાઈડીગ વર્કસ ચલાવે છે જેઓ ગત તારીખ-૧૭મી સપ્ટેમ્બરના રોજ વર્કસ બંધ કરી પોતાના ઘરે ગયા હતા તે દરમિયાન તસ્કરોએ વર્કસશોપને નિશાન બનાવ્યું હતું તસ્કરોએ ગોડાઉનના પાછળના ભાગની ગ્રીલ તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને અંદર રહેલ ૨૦ મોટર મળી કુલ ૮૦ હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા ચોરી અંગે જી.આઈ.ડી.સી.પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Next Story