અંકલેશ્વર : હજ કમિટી દ્વારા હજ યાત્રિકો માટે મેડિકલ કેમ્પ યોજાયો, 500થી વધુ હજયાત્રીઓને માર્ગદર્શન અપાયું

હજ કમિટી ઓફ ઇન્ડીયાના નિયમાનુસાર ગુજરાત રાજ્ય હજ કમિટી દ્વારા હજ યાત્રિકો માટે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવે છે.

New Update
અંકલેશ્વર : હજ કમિટી દ્વારા હજ યાત્રિકો માટે મેડિકલ કેમ્પ યોજાયો, 500થી વધુ હજયાત્રીઓને માર્ગદર્શન અપાયું

હજ કમિટી ઓફ ઇન્ડીયાના નિયમાનુસાર ગુજરાત રાજ્ય હજ કમિટી દ્વારા હજ યાત્રિકો માટે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે આજરોજ ભરૂચ જિલ્લા અંકલેશ્વર ખાતે હજ કમિટી દ્વારા તમામ હજ યાત્રિકોના આરોગ્યની તપાસ કરવામાં આવી હતી.

ગુજરાત રાજ્ય હજ કમિટી દ્વારા ભરૂચ જિલ્લા હજ કમિટીના હજ યાત્રિકો માટે સૌપ્રથમ ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે તાલીમ કેમ્પના આયોજન સાથે તમામ હજ યાત્રિકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું, ત્યારે આજરોજ અંકલેશ્વર શહેરના કાગદીવાડ હોલ ખાતે હજ કમિટી મારફતે જનારા 475 જેટલા હજયાત્રી તથા પ્રાઇવેટ ટૂર મારફતે જનારા 40થી વધુ હાજીઓ માટે મેડિકલ કેમ્પ યોજાયો હતો. જેમાં તમામ હજયાત્રીઓના આરોગ્યની યોગ્ય તપાસ કરવામાં આવી હતી. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ફિલ્ડ ટ્રેનર ઈમાનુલ પટેલ સહિત ભરૂચ જિલ્લા હજ ખાદીમ એસોસિએશનના તમામ સભ્યોએ ઉપસ્થિત રહી મેડિકલ કેમ્પને સફળ બનાવ્યો હતો.

Latest Stories