Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: આદર્શ નિવાસી શાળાના વોર્ડન દ્વારા વિદ્યાર્થીઓને હેરાનગતિ, તાત્કાલિક અસરથી જંબુસર બદલી..!

GIDCમાં આવેલ આદર્શ નિવાસી શાળાના વોર્ડન દ્વારા આદિવાસી છાત્રોને જાતિ વિષયક અપશબ્દો ઉચ્ચારી ધમકી આપવામાં આવતા વિદ્યાર્થીઓએ ભૂખ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું હતું.

X

અંકલેશ્વર જી.આઈ.ડી.સીમાં આવેલ આદર્શ નિવાસી શાળાના વોર્ડન દ્વારા આદિવાસી છાત્રોને જાતિ વિષયક અપશબ્દો ઉચ્ચારી ધમકી આપવામાં આવતા વિદ્યાર્થીઓએ ભૂખ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું હતું.

ભરૂચના અંકલેશ્વર જી.આઈ.ડી.સીમાં આવેલ આદર્શ નિવાસી શાળાના વોર્ડન પ્રકાશ ધોરિયાએ આદિવાસી છાત્રો જાતિ વિષયક અપશબ્દો ઉચ્ચારી ધમકી આપી હોવાના આક્ષેપ સાથે 90 જેટલા છાત્રો ભૂખ હડતાળ ઉપર ઉતરી વિરોધ નોંધાવ્યો હતો.અને અવાર નવાર વોર્ડન પ્રકાશ ધોરિયા બોર્ડની પરીક્ષા માટેની તૈયારી કરતાં વિદ્યાર્થીઓને હેરાન પરેશાન કરવા સાથે આદિવાસી ક્યારે નહીં સુધરો કહી બહારથી માણસો બોલાવીને ધમકી આપતો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા.ઉપરાંત સળિયા વડે માર મારતો હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા વિદ્યાર્થીઓએ ભૂખ હડતાળ શસ્ત્ર ઉગામતા જ ઉચ્ચા કક્ષાએથી આદેશથી વોર્ડન પ્રકાશ ધારિયાની જંબુસર તાલુકા પંચાયત કચેરીના સમાજકલ્યાણ અધિકારીની જવાબદારી સોપી દેવામાં આવી છે.જ્યારે અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકે અરજીરૂપી ફરિયાદ પણ કરવામાં આવી છે.

આ ઘટનાની જાણ ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને થતાં તેઓ આજે આદર્શ નિવાસી શાળા ખાતે દોડી આવ્યા હતા અને આચાર્ય સાથે ચર્ચા કરી વોર્ડન સામે કડક પગલાં લેવા રજૂઆત કરી હતી.સાથે તેઓ વિદ્યાર્થીઓને મળી બાળકોને ભણતર ઉપર ધ્યાન આપવા સાંત્વના આપી આદિજાતિ નિયામક,સેક્રેટરી અને મંત્રીને મળી રજૂઆત કરવા સાથે આવી માનસિકતા ધરાવતા વ્યક્તિને ક્યારે સાંખી લેવાશે નહીં જેની તાત્કાલિક બદલી કરવા સહિત ખાતાકીય તપાસ કરવાની પણ માંગ કરી હતી.

Next Story