અંકલેશ્વર: નિરંજન લેબોરેટરીમાં ભયાનક આગ, ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી નરજે પડ્યા

અંકલેશ્વર GIDCમાં આવેલી નિરંજન લેબોરેટરીમાં ભયાનક આગ ફાટી નીકળતાં દોડધામ મચી જવા પામી હતી

New Update
અંકલેશ્વર: નિરંજન લેબોરેટરીમાં ભયાનક આગ, ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી નરજે પડ્યા

અંકલેશ્વર GIDCમાં આવેલી નિરંજન લેબોરેટરીમાં ભયાનક આગ ફાટી નીકળતાં દોડધામ મચી જવા પામી હતી

અંકલેશ્વરમાં આગ લાગવાના અનેક બનાવો બનતા રહે છે ત્યારે આજે વધુ એક આગ લાગવાનો બનાવ બન્યો હતો.અંકલેશ્વર GIDCમાં આવેલી નિરંજન લેબોરેટરીમાં અચાનક ભયાનક આગ ફાટી નીકળી હતી. જેના કારણે કંપનીમાં કામદારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ એટલી વિકરાળ હતી કે, આગના ધૂમાડા દૂર દૂર સુધી નજરે પડતા હતાં. આગની જાણ થતાની સાથે જ અંકલેશ્વર ફાયર વિભાગના 5થી વધુ ફાયર ફાઈટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવ્યો હતો.સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી.

Latest Stories