/connect-gujarat/media/post_banners/ad7632bf3675a9ff208b01e4a8ff6d064d75d59548ebebf0689f1b18e0009994.jpg)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના મીરા નગરમાં આવેલ ખુશી વાસણ ભંડારમાંથી ગેરકાયદેસર ગેસ રીફિલિંગ કરતાં દુકાનદારની જીઆઈડીસી પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, તે દરમ્યાન બાતમી મળી હતી કે, મીરા નગરમાં આવેલ ખુશી વાસણ ભંડારમાંથી મોટા ગેસના સિલિન્ડરમાંથી નાના સિલિન્ડરમાં ગેરકાયદેસર રીતે ગેસ રીફિલિંગ ચાલી રહ્યું છે, જેવી બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડા પાડ્યા હતા. જેમાં પોલીસે સ્થળ પરથી ગેસ રીફિલિંગ કરતાં દુકાનદારને રંગે હાથ ઝડપી પાડ્યો હતો. એટલું જ નહીં, સ્થળ પરથી 3 ગેસના સિલિન્ડર,વજન કાંટો તેમજ રીફિલિંગ પાઇપ મળી કુલ 5 હજારથી વધુના મુદ્દામાલ સાથે દુકાનદાર રામનિવાસ ઉર્ફે ચીકુ શિવચંદ્ર યાદવને ઝડપી પાડ્યો હતો.