અંકલેશ્વર: નોટિફાઈડ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો કરવામાં આવ્યા દૂર,દબાણકર્તાઓમાં ફફડાટ

બી ડિવિઝન અને જી.આઈ.ડી.સી.પોલીસે નોટિફાઈડ વિસ્તારમાં ટ્રાફિક ડ્રાઈવ યોજી ટ્રાફિકને અડચણ રૂપ દબાણો દૂર કરી દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી.

New Update
અંકલેશ્વર: નોટિફાઈડ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો કરવામાં આવ્યા દૂર,દબાણકર્તાઓમાં ફફડાટ

અંકલેશ્વર બી ડિવિઝન અને જી.આઈ.ડી.સી.પોલીસે નોટિફાઈડ વિસ્તારમાં ટ્રાફિક ડ્રાઈવ યોજી ટ્રાફિકને અડચણ રૂપ દબાણો દૂર કરી દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી.

અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકની હદમાં પ્રતિન ચોકડી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ટ્રાફિકની સમસ્યાને પગલે વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા હતા જેને પગલે છેલ્લા ત્રણ દિવસથી બી ડિવિઝન પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરી છે.પોલીસે પ્રતિન ચોકડી,મહાવીર ટર્નિંગ અને રાજપીપળા ચોકડી સહિતના વિસ્તારોમાં ટ્રાફિકને અડચણરૂપ દબાણો દૂર કરવા સાથે દંડ વસૂલ કર્યો હતો.પોલીસની કામગીરીને પગલે દબાણ કર્તાઓમા ફફડાટ ફેલાઈ વ્યાપી ગયો છે.તો આવી જ રીતે જી.આઈ.ડી.સી.પોલીસે પણ મીરાનગર તેમજ નોટિફાઈડ વિસ્તારમાં માર્ગની લગોલગ આવેલ લારી ગલ્લા હટાવી દબાણકર્તાઓ સામે પગલાં ભર્યા હતા.પોલીસે માર્ગોની બાજુના દબાણો હટાવતા જ રોડ ખુલ્લા થતાં હવે ટ્રાફિકની સમસ્યા નહિવત થાય તેવી કામગીરીને પગલે વાહન ચાલકોએ પણ હાશકારો અનુભવ્યો છે.

Latest Stories