Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : અંદાડા ગામે ગૌચરની જગ્યામાં દબાણો થતાં માલધારી સમાજે કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવ્યું...

ભરૂચ જીલ્લા કલેક્ટર કચેરી ખાતે માલધારી સમાજના આગેવાન જીણા ભરવાડ સહિતના આગેવાનોએ આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.

અંકલેશ્વર : અંદાડા ગામે ગૌચરની જગ્યામાં દબાણો થતાં માલધારી સમાજે કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવ્યું...
X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના અંદાડા ગામની સીમમાં ગૌચરની જગ્યામાં ઉભા કરાયેલા દબાણો અને રસ્તા સહિતના દબાણોને દૂર કરવા મુદ્દે માલધારી સમાજ દ્વારા ભરૂચ જીલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

ભરૂચ જીલ્લા કલેક્ટર કચેરી ખાતે માલધારી સમાજના આગેવાન જીણા ભરવાડ સહિતના આગેવાનોએ આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી. જેમાં જણાવ્યા અનુસાર, અંકલેશ્વરના અંદાડા ગામમાં માલધારી સમાજ પાસે 3થી 4 હજાર જેટલા પશુઓ છે, અને માલધારી પશુ પાલકો પશુ ઉછેરી પોતાનું જીવન ગુજરાન ચલાવે છે, ત્યારે હાલ ગામની ગૌચરની સરકારી જમીન પર વિવિધ સોસાયટીના રસ્તાઓ અને ખેડૂતો ગૌચરમાં પગ પેસારો કરતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. ઉપરાંત વૃક્ષોને પણ કાપી દબાણ કરવામાં આવ્યા હોવા સાથે પશુ પાલકો માટે ગૌચરની જગ્યા ન હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે, ત્યારે કાયમી ધોરણે ગૌચરમાં ઉભા કરાયેલા દબાણો દૂર કરવામાં આવે તેવી માલધારી સમાજના આગેવાનોએ માંગ કરી છે.

Next Story