અંકલેશ્વરના જૂના બોરભાઠા બેટ ગામના આંબલી ફળિયામાં તસ્કરોએ વિધવા મહિલાના બંધ મકાનને નિશાન બનાવી રોકડા રોકડા 2.80 લાખ અને સોના-ચાંદીના ઘરેણાં મળી કુલ 6.42 લાખના મુદ્દામલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
અંકલેશ્વરના જૂના બોરભાઠા બેટ ગામના આંબલી ફળિયામાં કમળાબેન રમણભાઈ પટેલ એકલવાયુ જીવન ગુજારી રહ્યા છે જેઓ ગત તારીખ-10મી સપ્ટેમ્બરના રોજ સાંજે પોતાનું મકાન બંધ કરી તેણીની બહેનના ઘરે બોર ભાઠા ગામના સ્કૂલ ફળિયામાં જમવા માટે ગયા હતા જેઓ જમી પરવારીને ત્યાં જ સૂઈ ગયા હતા તે દરમિયાન તસ્કરોએ વિધવા મહિલાના બંધ મકાનના મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને ઘરમાં રહેલ સોના-ચાંદીના ઘરેણાં અને રોકડા 2.80 લાખ મળી કુલ 6.42 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા ચોરીની જાણ થતાં અંકલેશ્વરના વિભાગીય પોલીસ વડા ચિરાગ દેસાઇ,એલસીબી અને એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ સ્થળ પર દોડી આવ્યો હતો અને ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે.