અંકલેશ્વર : સારંગપુરની વિહારધામ સોસાયટીમાં પ્લોટ-રસ્તા પર કરાયેલ ગેરકાયદે દબાણો પર બૌડાનો સપાટો...

અંકલેશ્વરના સારંગપુરની વિહારધામ સોસાયટીમાં કરવામાં આવેલા ગેરકાયદે દબાણોને બૌડા વિભાગ દ્વારા દૂર કરવામાં આવ્યા હતા.

New Update
અંકલેશ્વર : સારંગપુરની વિહારધામ સોસાયટીમાં પ્લોટ-રસ્તા પર કરાયેલ ગેરકાયદે દબાણો પર બૌડાનો સપાટો...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના સારંગપુરની વિહારધામ સોસાયટીમાં કરવામાં આવેલા ગેરકાયદે દબાણોને બૌડા વિભાગ દ્વારા દૂર કરવામાં આવ્યા હતા.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના સારંગપુરના સર્વે નં. 212 પર આવેલ સોસાયટીના કોમન પ્લોટ અને રસ્તા પર કરાયેલ ગેરકાયદે દબાણને બૌડા દ્વારા દૂર કરવામાં આવ્યા હતા. અરજદારે વર્ષ 2022માં વિહારધામ સોસાયટીના પ્લોટ નં. 19,20 અને 21ની બાજુમાં આવેલ સોસાયટીના કોમન પ્લોટ અને રસ્તા પરના દબાણ બાબતે બૌડામાં અરજી આપી હતી, ત્યારે અરજીના આધારે બૌડા વિભાગે પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી હતી. તો બીજી તરફ, દબાણકાર્ય શરૂ કરવામાં આવતા જ સ્થાનિકોએ બૌડાના અધિકારીઓ સાથે રકઝક કરી હતી.

Latest Stories