/connect-gujarat/media/post_banners/b0395052573d640c2b76af8db705a6a7cbcc02a3c7a13b81195c0b2388d4e956.jpg)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં એક બાદ એક ચોરીના બનાવો સામે આવી રહ્યા છે, ત્યારે જીતાલી ગામમાં આવેલ શબનમ પાર્ક સોસાયટીના બંધ મકાનમાંથી દાગીના પર હાથફેરો કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં તસ્કરો જાણે બેફામ બન્યા હોય તેમ એક બાદ એક ચોરીના બનાવને અંજામ આપી રહ્યા છે, ત્યારે અંકલેશ્વરના જીતાલી ગામમાં આવેલ શબનમ પાર્ક સોસાયટીનું બંધ મકાન તસ્કરોના નિશાને ચઢ્યું હતું. સોસાયટીમાં રહેતો પરિવાર લગ્નપ્રસંગ માટે બહારગામ ગયો હતો, ત્યારે તસ્કરોએ દરવાજાનો નકુચો તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો, જ્યાં કબાટમાં રહેલ સોના-ચાંદીના દાગીના પર હાથફેરો કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. સમગ્ર મામલે મકાન માલિકે અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે, ત્યારે પોલીસે પણ તસ્કરોનું પગેરું મેળવવા કવાયત હાથ ધરી હતી.