Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : પાનોલીમાં એમ.એસ.જોલી ઓડીટોરીયમનું લોકાર્પણ, જોલી પરિવારનું ઉમદા કાર્ય

સ્વ. એમ.એસ.જોલીના જન્મદિવસે કરાયું લોકાર્પણ પાનોલીને મળ્યું સુવિધા સજજ ઓડીટોરીયમ કરણ જોલીએ પિતાના સ્વપ્નને કર્યું સાકાર સ્વ. એમ.એસ.જોલીની જન્મજયંતિએ ભાવવિભોર માહોલ

X

માત્ર અંકલેશ્વરમાં જ નહિ પણ વિશ્વમાં કેમિકલના ક્ષેત્રમાં નામના મેળવનારા સ્વ. એમ.એસ.જોલીની 57મી જન્મજયંતિના અવસરે પાનોલીમાં આધુનિક સુવિધાઓથી સજજ ઓડીટોરીયમનું લોકાર્પણ કરવામાં આવ્યું.....

પાનોલી જીઆઇડીસીમાં નવનિર્મિત એમ.એસ.જોલી ઓડીટોરીયમનું તારીખ 9મી માર્ચ 2022ના રોજ લોકાર્પણ કરવામાં આવ્યું. જાણીતા ઉદ્યોગપતિ એમ.એસ.જોલીના સ્મરણાર્થે જોલી પરિવારે આધુનિક સુવિધાઓથી સજજ ઓડીટોરીયમનું નિર્માણ કરાવ્યું અને 9મી માર્ચના રોજ એમ.એસ.જોલીની જન્મજયંતિએ તેનું લોકાર્પણ કરાયું.. કાર્યક્રમના પ્રારંભે આમંત્રિતો તથા પ્રોલાઇફ ગૃપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના કર્મચારીઓએ એમ.એસ.જોલીની તસવીરને પુષ્પાંજલિ અર્પણ કરી....

સ્વ.એમ.એસ.જોલીના ધર્મપત્ની અનિરૂત કોર જોલીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. તેમણે કહયું કે, એમ.એસ.જોલી એક નાની કંપનીમાં નોકરી કરતાં હતાં. સામાન્ય નોકરીમાંથી આપબળે તેમણે આટલું મોટુ સામ્રાજય ઉભું કર્યું છે. પતિને યાદ કરતાં તેમની આંખોમાંથી અશ્રુની ધારા વહી હતી.

ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયાએ એમ.એસ.જોલીને શ્રધ્ધાંજલિ અર્પણ કરતાં જણાવ્યું કે, એમ.એસ.જોલીની એક ખાસિયત હતી કે તેઓ નાનામાં નાના માણસને ઉપયોગી થતાં હતાં. કોઈ દિવસ તેમનો ઉદાસ ચેહરો નથી જોયો. તેમણે સ્વબળે સવાયા ગુજરાતીની છબી ઉભી કરી છે.

પાનોલી ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશનના પ્રમુખ બી.એસ.પટેલે જણાવ્યું હતું કે, પાનોલીમાં ઓડીટોરીયમની સુવિધા ન હતી. એમ.એસ.જોલીનું સ્વપ્ન હતું કે ઓડીટોરીયમ બને અને તેમના પુત્ર કરણ જોલીએ 91 લાખ રૂપિયાનું અનુદાન આપી પિતાના સ્વપ્નને હકીકતમાં બદલ્યું છે..

એમ.એસ.જોલીની જન્મજયંતિના અવસરે મોહિન્દર સિંગ, બળવંત કોર, અવતાર કોર, નરીન્દર કોર અને હરપાલસિંગનું વિશેષ સન્માન કરવામાં આવ્યું... આ પ્રસંગે પ્રોલાઇફ ગૃપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના મેનેજીંગ ડીરેકટર કરણ જોલી સહિત સાક્ષી જોલી, યુસિકા જોલી, સિધ્ધાર્થ રઘુવંશી અને અનુરીતકોર જોલી તથા પરિવારના સભ્યો હાજર હતાં...

આ અવસરે સિધ્ધાર્થ રઘુવંશીએ તમામ કર્મચારીઓ પ્રતિ આભારની લાગણી વ્યકત કરી હતી અને કહયું કે જોતમે ના ઉભા હોત તો અમે અહીં ના ઉભા હોત..

અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશનના પુર્વ પ્રમુખ મહેશ પટેલ કહયું કે, એમ.એસ.જોલીએ વિશ્વાસ આપવાનું કામ કર્યુ છે. તેઓ ભલે હયાત નથી પણ તેમના પુત્ર કરણે પિતાના વારસાને આગળ ધપાવ્યો છે.

એમ.એસ.જોલીના પરમ મિત્ર અને નર્મદા ચેનલના ડીરેકટર નરેશ ઠકકરે સ્વ.એમ.એસ.જોલીને શબ્દાજલિ આપતા જણાવ્યું હતું કે, એમ.એસ.જોલીએ જીવનમાં જે ઇચ્છયુ તે મેળવ્યું છે.. તેઓ તેમની દીકરી યુસિકાને ખુબ પ્રેમ કરતાં હતાં. આવવું, રોકાવું અને રહેવું કુદરતનો નિયમ છે... તે આનંદનો માણસ હતો.. ઉજવણીનો હતો માણસ.. આપણા શ્વાસ ચાલે ત્યાં સુધી ત્યાં સુધી જીવંત રાખવાનો છે.

પ્રોલાઇફ ગૃપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના મેનેજીંગ ડીરેકટર કરણ જોલી પિતાને યાદ કરતાં એકદમ ભાવુક થઇ ગયાં હતાં. તેમણે તમામ કર્મચારીઓ પ્રતિ આભારની લાગણી વ્યકત કરી હતી. તેમણે કહયું કે, બધા માટે સારું કરવાનું છે.. પિતાના સ્વપ્નને સાકાર કરવાનું છે. તમારો સાથ અને સહકાર હશે તો બધું જ શક્ય છે.. પિતાએ બધાનું સારું કર્યું છે અને હું પણ તેમની જ રાહ પર ચાલવાનો છું.

એમ.એસ.જોલી ઓડીટોરીયમના લોકાર્પણ અવસરે પ્રોલાઇફ ગૃપ ઓફ ઇન્ડસ્ટ્રીઝની વિવિધ કંપનીના કર્મચારીઓને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યાં.. નગરપાલિકાના સભ્ય સુધીર ગુપ્તા, અંકલેશ્વર ગ્રામ્ય પીઆઇ પી.આર.ગઢવી, કોંગ્રેસના પ્રવકતા નાઝુ ફડવાલા, જીએસટી વિભાગના વિનય કુમાર સહિતના મહેમાનોએ હાજર રહી પ્રસંગને દીપાવ્યો હતો.

Next Story