અંકલેશ્વર નગરપાલિકા દ્વારા પાંચ કરોડના ખર્ચે બ્યુટીફીકેશન કરાયેલ ગામ તળાવ ગાર્ડનનું રવિવારે ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલના હસ્તે લોકાર્પણ કરાયું હતું.
અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરમાં આવેલ ગામ તળાવના બ્યુટીફિકેશન માટે ખાસ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો. સ્વર્ણિમ ગુજરાત મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ શહેરીજનોને પાર્કની ભેટ અપાઈ છે. પાલિકા દ્વારા લાઇટિંગ, ત્રણ સિક્યુરિટી ગાર્ડ અને પોણા કિલોમીટરમાં વોક વે સાથે ગાર્ડનનું નિર્માણ કરાયું છે.અંકલેશ્વના નગરજનો માટે રમવા, આંનદ પ્રમોદ માટે બગીચા સાથે મહિલા, યુવા અને સિનિયર સીટીઝન મોર્નિંગ વોકનો લ્હાવો લઈ શકશે. તો બીમાર દર્દીઓ માટે એક્યુપ્રેશર વોક વે તેઓનું આરોગ્ય જાળવવા ફાયદાકારક સાબિત થશે. આજે લોકાર્પણ કાર્યકમમાં ધારાસભ્ય સાથે પાલિકાના મુખ્ય અધિકારી કેશવ કોલડીયા,પાલિકા પ્રમુખ વિનય વસાવા, મુખ્ય અધિકારી, કારોબારી અધ્યક્ષ સંદીપ પટેલ સહિતના સાથે નગરજનો ઉપસ્થિત રહ્યાં હતાં.