/connect-gujarat/media/post_banners/9a074003b51ec47ceb55984dd54ceb213d18a9a7dea340bd9570edbd837443b9.jpg)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના સેંગપુર પ્રાથમિક શાળા ખાતે વિશ્વ માનસિક સ્વસ્થ દિવસની ઉજવણીના ભાગરૂપે અંકલેશ્વર ઇનર વ્હીલ ક્લબ દ્વારા જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના સેંગપુર ગામ ખાતે ગત બુધવારના રોજ વિશ્વ માનસિક સ્વસ્થ દિવસ નિમિત્તે અંકલેશ્વર ઇનર વ્હીલ ક્લબ દ્વારા દત્તક લેવામાં આવેલી સેંગપુર પ્રાથમિક શાળા ખાતે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શાળાની તમામ જરૂરિયાતોને અંકલેશ્વર ઇનર વ્હીલ ક્લબ દ્વારા પરિપૂર્ણ પણ કરવામાં આવે છે. જેમાં બાળકોને અભ્યાસ કીટ, યુનિફોર્મ, પગરખાં સહિતની જરૂરી ચીજ-વસ્તુઓનું સમયાંતરે વિતરણ કરવામાં આવે છે. તેવામાં સેંગપુર પ્રાથમિક શાળાના બાળકોને સાથે રાખી અંકલેશ્વર ઇનર વ્હીલ ક્લબ દ્વારા “ડી એડીક્શન વોકેથોન” અંતર્ગત વ્યસન મુક્તિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોએ હાથમાં વ્યસન મુક્તિ સૂત્રોના પ્લે-કાર્ડ સાથે નારા લગાવ્યા હતા. આ રેલી સેંગપુર ગામના વિવિધ વિસ્તારોના માર્ગ પર ફરી હતી. ત્યારબાદ સેંગપુર પ્રાથમિક શાળા ખાતે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અંકલેશ્વર ઇનર વ્હીલ ક્લબના પ્રમુખ કૈલાશ ગજેરા, સેક્રેટરી હર્ષા જકાસણીયા સહિત સંસ્થાના સભ્યો, સેંગપુર પ્રાથમિક શાળાના આચાર્ય શિક્ષકગણ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.