અંકલેશ્વર: કુત્રિમ કુંડમાં શ્રી ગણેશમી પ્રતિમાનું કરાયું હતું વિસર્જન,શ્રીજીને ખંડિત જોતાં આસ્થાને ઠેસ

વિસર્જન બાદ મૂર્તિઓનો સન્માનપૂર્વક નિકાલ કરાશે તેવી ખાતરી આપી હતી

New Update
અંકલેશ્વર: કુત્રિમ કુંડમાં શ્રી ગણેશમી પ્રતિમાનું કરાયું હતું વિસર્જન,શ્રીજીને ખંડિત જોતાં આસ્થાને ઠેસ
Advertisment

અંકલેશ્વરના પરસોત્તમ બાગ ખાતે નગરપાલિકા દ્વારા કુત્રિમ કુંડ બનાવાયો

Advertisment

વિસર્જનના છ દિવસ બાદ પણ પીઓપીની મૂર્તિઓ પીગળી જ નહીં.

શ્રીજીને ખંડિત થતા ભક્તોની આસ્થાને ઠેસ

ગત વર્ષે ગણેશ વિસર્જન કુંડમાંથી માત્ર 24 કલાકમાં મૂર્તિ અસ્તવ્યસ્ત હાલતમાં ઉપાડી લેતા ગણેશ મંડળોની લાગણી દુભાઈ હતી અને જેને લઇ ચાલુ વર્ષે પ્રતિમાઓનું નર્મદા નદીમાં જ વિસર્જન કરવામાં આવે તેવી માગ સાથે એક તબક્કે તંત્ર સાથેની બેઠક છોડી વોક આઉટ પણ કર્યું હતું. જે બાદ પોલીસ વિભાગે દરમિયાનગીરી કરી કોઈની પણ લાગણી ના દુભાઈ એ રીતે વિસર્જન કુંડમાં શ્રીજી પ્રતિમાઓનું વિસર્જન કરવા માટે અયોજકોને સમજાવ્યાં હતાં અને વિસર્જન બાદ મૂર્તિઓનો સન્માનપૂર્વક નિકાલ કરાશે તેવી ખાતરી આપી હતી.પોલીસની વિનંતીનું માન રાખી મંડળોએ કુંડમાંજ શ્રીજી પ્રતિમાઓનું વિસર્જન કર્યું હતું.

વિસર્જનના 6 દિવસ બાદ પુરષોત્તમ બાગ સામે કુંડમાં માટીની મૂર્તિ પીગળી ગયેલ હાલતમાં માત્ર ઢાંચા સાથે જોવા મળી હતી જયારે પ્લાસ્ટર ઓફ પેરિસમાંથી બનેલી મૂર્તિ ખંડિત જોવા મળી હતી જે કુંડમાંથી પાણી નીકળી ગયા બાદ બહાર આવતા જ પુનઃ આસ્થાનો સવાલ ઉભો થયો હતો અને ગણેશ મંડળને જાણ થતા તેવો સ્થળ પર દોડી આવ્યા હતા અને ગણેશજી નું અપમાન સાથે મંડળો ને આપેલ ખાતરી તંત્ર ની એળે ગઈ હોવાનો સુર વ્યક્ત કર્યો હતો અને ગણેશજી ની તમામ પ્રતિમાનાને કુંડમાં જ વિધિ વિધાન સાથે સ્થળ પરજ માટીમાં વિસર્જિત કરવાની માંગ કરી હતી.

Latest Stories