/connect-gujarat/media/post_banners/8fbbfd6285bfe540b343533bd3a2424fbeeabdd680679d3a7e0110af23ddf53c.jpg)
અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલને અંકલેશ્વર-ઝઘડીયાની વિવિધ કંપનીઓના સી.એસ.આર ફંડમાંથી અનુદાન આપવામાં આવ્યું હતું.
અંકલેશ્વર ડેવલોપમેન્ટ સોસાયટી સંચાલિત જયાબેન મોદી હોસ્પિટલમાં દર્દીઓને અધ્યતન સેવાઓ મળી રહે તે માટે અંકલેશ્વર-પાનોલી અને ઝઘડીયા જી.આઈ.ડી.સી.ની વિવિધ કંપનીઑ દ્વારા અનુદાન આપવામાં આવી રહ્યું છે.જેના ભાગરૂપે ઝઘડિયાની લેનસેક્સ ઈન્ડિયા દ્વારા હોસ્પિટલને ૫૦ સોલર લાઇટ્સનું અનુદાન આપવામાં આવ્યું હતું જ્યારે અંકલેશ્વરની બકુલ ફાર્મા દ્વારા ૧૧ લાખ તો પાનોલીની ઇન્ટરમીડિયેટ દ્વારા ૬.૫૯ લાખનું અનુદાન જરૂરિયાતમંદ દર્દીઓના મોતીયાના ઓપરેશન માટે આપવામાં આવ્યું હતું.આ અનુદાનના કાર્યક્રમમાં લેનસેક્સ ઈન્ડિયાના સાઇટ હેડ ઉત્પલ કચ્છી, એડમીન અને સી.એસ.આર હેડ અતાનું દાસ અને બકુલ ફાર્માના એમ.ડી યોગીન મઝમુદાર,સાઇટ હેડ રાજેશ શાહ તેમજ પાનોલી ઇન્ટરમીડિયેટના એમ.ડી શિવલાલ ગોએલ,એ.આઈ.ડી.એસના જનરલ મેનેજર ડો.નીનાંદ ઝાલા તેમજ હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડો.આત્મી ડેલીવાલા સહિત સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.