ભરૂચ: અંકલેશ્વરની જયાબહેન મોદી હોસ્પિટલ ખાતે આરોગ્યલક્ષી વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ

અંકલેશ્વરની જયાબહેન મોદી હોસ્પિટલમાં વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ, નવા સુસજ્જ ટ્રોમા સેન્ટરનું નિર્માણ કરાયું.

New Update
ભરૂચ: અંકલેશ્વરની જયાબહેન મોદી હોસ્પિટલ ખાતે આરોગ્યલક્ષી વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ

અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં વિવિધ એકમોના રૂપિયા ૧ કરોડથી વધુના દાન થકી નવા સુસજ્જ ટ્રોમા સેન્ટર અને ઇમર્જન્સરી વિભાગ તથા સ્ત્રીરોગ અને પ્રસુતિ વિભાગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીલ ડેવલપમેન્ટ સોસાયટી સંચાલિત જયાબેન મોદી હોસ્પિટલ અંકલેશ્વર જી.આઈ.ડી.સી ખાતે વર્ષ ૧૯૮૬ થી કાર્યયત છે. હોસ્પિટલમાં શરૂઆતથી જ ટ્રોમા અને ઇમર્જન્સીના દર્દીઓની સારવાર થઇ રહી છે. નવાં ટ્રોમા સેન્ટરનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. જેમાં અલગ કાઉન્સિલિંગ રૂમ, રિસેપ્શન, ૬ ઇમર્જન્સી બેડ અને આઇસોલેશન રૂમનો સમાવેશ થાય છે. કે પટેલ ગ્રુપ, શુભશ્રી પિગમેન્ટસ લિમિટેડ અને બિરલા સેન્ચુરી ગ્રુપના દાનની મદદ થકી આ કાર્ય કરવામાં આવ્યું છે.

ટ્રોમા સેન્ટરમાં દર્દીઓને સારવાર આપવા અને તેમનો જીવ બચાવવા વેન્ટિલેટર્સ, મલ્ટીપેરા મોનિટર્સ, આધુનિક ઇલેકિટ્રક બેડસ અને ડિફીબ્રીલેટર્સની સગવડ ઉપરાંત ઓપરેશન થિયેટર પણ ઉપલબ્ધ છે જેથી દર્દીને હોસ્પિટલમાં બીજે ક્યાંય ખસેડવાની જરૂર ન પડે અને વિના વિલંબે સારવાર શરૂ કરી શકાય. સમગ્ર ભરૂચ જિલ્લામાં સૌપ્રથમવાર આ પ્રકારનું ઇમર્જન્સી ટ્રોમા સેન્ટર જયાબેન મોદી હોસ્પિટલ અંકલેશ્વર ખાતે કાર્યરત થયુ છે.

આ ઉપરાંત જયાબેન મોદી હોસ્પિટલ ખાતે આધુનિક સાધનોથી સજ્જ ગાયનેક/ સગર્ભા બહેનોનો વિભાગ પણ શરુ થયો છે. આ પ્રસંગે કે પટેલ ગ્રુપ ઓફ કંપનીસ તરફથી જીતુપટેલ અને શુભશ્રી પિગમેન્ટ્સ કંપની તરફથી શ્રી કે. શ્રીવત્સન, બિરલા સેન્યુરી ગ્રુપના સી.ઓ.ઓ. શ્રી સૌમ્યા મોહંતી રત્નમણી ગ્રુપના રમેશ પટેલ તથા આમંત્રિતો અને હોસ્પિટલનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

Latest Stories