Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : જુના દીવા ગામે નિ:શુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો, 250થી વધુ લોકોએ આંખની તપાસ કરાવી...

શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ તેમજ એશિયન પેઈન્ટ કંપનીના સંયુક્ત સહયોગથી જુના દીવા ગામ ખાતે આંખના દર્દીઓ માટે નિ:શુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો હતો.

X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ તેમજ એશિયન પેઈન્ટ કંપનીના સંયુક્ત સહયોગથી જુના દીવા ગામ ખાતે આંખના દર્દીઓ માટે નિ:શુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો હતો.

અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ સોસાયટી સંચાલિત શ્રીમતી જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તેમજ એશિયન પેઈન્ટ કંપનીના સંયુક્ત ઉપક્રમે જુના દીવા ગામ ખાતે આંખના દર્દીઓ માટે નિ:શુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો હતો. જેમાં જરૂરિયાતમંદ દર્દીઓને આંખની તપાસ કરી દવા આપવામાં આવી હતી. આ સાથે જ મોતિયાની સર્જરી પણ શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલમાં કરવામાં આવશે. આ કેમ્પમાં જુના દીવા ગામ, જૂની દીવી, જુના બોરભાઠા સહિત આજુબાજુના ગામના લોકોએ આંખની તપાસ કરાવી હતી. આ કેમ્પમાં 250થી વધુ લોકોએ આંખની તપાસ કરાવી હતી. આ કેમ્પમાં મોતિયા વેલ, છારી જામી જવી, આંખ લાલ થઈ જવી, ઝાંખુ દેખાવવું, માથાનો દુખાવો, આંખમાંથી પાણી નીકળવું, આંખમાં ખંજવાળ આવવી સહિતની આંખની તકલીફોની તપાસ કરવામાં આવી હતી. નિ:શુલ્ક મેડિકલ કેમ્પમાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલમાંથી આંખના નિષ્ણાંત ડો. રંજના ચૌહાણ તેમજ ઓપ્ટિમેટ્રિક મહેશ પટેલ, નિધિ સાવલિયા દ્વારા સેવા આપવામાં આવી હતી.

Next Story