/connect-gujarat/media/post_banners/bd1ac1d03606eaf600f7ace081ad02848482cb6264fb88405e356718531a67b7.jpg)
અંકલેશ્વર ખોડલધામ સમિતિ દ્વારા શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશ પટેલના ૫૮માં જન્મ દિન નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો.
શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશ પટેલના ૫૮માં જન્મ દિન નિમિત્તે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ અને સદજ્યોતા ચેરિટેબલ ટ્રસ્ટ-રાજકોટના સંયુક્ત રાજ્યમાં ૬૯ સ્થળોએ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
જેના ભાગરૂપે અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ માનવ મંદિરના હોલ ખાતે અંકલેશ્વર ખોડલધામ તાલુકા સમીતી, ખોડલધામ વિદ્યાર્થી સમીતી અને ખોડલધામ મહિલા સમિતિ દ્વારા મેગા રક્તદાન કેમ્પ યોજાયો હતો જેમાં સમાજના સભ્યોએ ઉત્સાહ ભેર રક્તદાન કર્યું હતું.
આ કેમ્પમાં અંકલેશ્વર ખોડલધામ સમિતિના કન્વીનર દેવેન્દ્ર સાવલિયા, સહ કન્વીનર ભરત અભંગી, નીલેશ કોદડીયા અને ઘનશ્યામ હીરપરા, ચેતન કોરાટ, મહેશ પાદરીયા સહીત સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.