અંકલેશ્વર: GIDCમાંથી મિથેનોલનો મોટો જથ્થો ઝડપાયો, રૂ.14 લાખથી વધુનો મુદામાલ જપ્ત

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની એશિયન પેઈન્ટ ચોકડી પાસે ટેન્કર નંબર-એમ.એચ.૪૬.બી.એમ.૩૫૯૮માં શંકાસ્પદ લીક્વીડ ભરેલ છે

New Update
અંકલેશ્વર: GIDCમાંથી મિથેનોલનો મોટો જથ્થો ઝડપાયો, રૂ.14 લાખથી વધુનો મુદામાલ જપ્ત

ભરૂચ એલસીબીએ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની એશિયન પેઈન્ટ ચોકડી પાસેથી ગેરકાયદેસર રીતે પાનોલીની ઓમકાર કંપનીના નામે મંગાવેલ ૪.૩૨ લાખનો મિથેનોલ મળી કુલ ૧૪.૩૭ લાખના મુદ્દામાલ સાથે ચાલકને ઝડપી પાડ્યો હતો જયારે અન્ય ૧૫ ઈસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની એશિયન પેઈન્ટ ચોકડી પાસે ટેન્કર નંબર-એમ.એચ.૪૬.બી.એમ.૩૫૯૮માં શંકાસ્પદ લીક્વીડ ભરેલ છે અને કોઈક કંપનીમાં ખાલી કરવાની ફિરાકમાં છે જેવી બાતમીના આધારે ભરૂચ એલસીબીએ દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરના ટેન્કરમાંથી ૨૪ હજાર લીટર મિથેનોલનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે ૪.૩૨ લાખનું મિથેનોલ અને ટેન્કર મળી કુલ ૧૪.૩૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને મુંબઈના વાય.એલ.ટ્રાન્સપોર્ટ ખાતે રહેતો ટેન્કર ચાલક સુરજીતસિંગ રબેલસિંગને ઝડપી પાડ્યો હતો અને તેની પુછપરછ કરતા તે મિથેનોલનો જથ્થો રાયગઢની સુદર્શન કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડમાંથી કમલાસિંગે અંકલેશ્વર પહોંચાડવાનું હોવાનું જણાવ્યું હતું જે અંગે પોલીસે વધુ પુછપરછ કરતા સુરતના સાયરસ મહેતાએ પાનોલીની ઓમકાર કેમિકલ કંપનીના નામે હિમાંશુ મુકેશ ભગતવાલાએ મિથેનોલનો ઓર્ડર નોંધાવ્યો હોવાનું જણાવ્યું હતું પોલીસે ઓમકાર કંપની માલિક હરેશ પરબત સોલિયા સહીત ૧૫ ઈસમો સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.