ભરૂચમાં સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફીની બીમારીથી પીડિત 5 મહિનાની બાળકીની સારવાર માટે મદદની જરૂર હૉય લોકોને આગળ આવવા માટે મર્હૂમ સાંસદ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે અપીલ કરી છે.
ભરુચમાં રહેતા મુસ્લિમ પરિવારની પાંચ મહિનાની બાળકી ગંભીર એવી સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફીની બીમારીથી પીડાઈ રહી છે.જે બાળકીની સારવાર માટે પરિવારને 17.05 કરોડની સહાયની જરૂરી ઊભી થઈ છે.જેની સારવાર માટે સરદાર પટેલ હોસ્પિટલ એંડ હાર્ટ ઇન્સ્ટીટ્યુટ પણ આગળ આવ્યું છે.ત્યારે વધુ લોકો આગળ આવી આ બાળકીના ઈલાજ માટે દાન કરે તે તેવી મર્હૂમ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે અપીલ કરી છે.જ્યારે બાળકીના પરિવારજનોએ પણ જીલ્લાવાસીઓને મદદ માટે આગળ આવવા અપીલ કરી છે.મદદ કરવા માંગતા લોકોએ એચ.એમ.પી.ફાઉન્ડેશનનો સંપર્ક કરવા જણાવામાં આવ્યું છે