Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : સૌથી ઓછી કિંમતે ગ્રાહકોને શ્રેષ્ઠ ઉત્પાદનોની સેવા આપવા હાઇપરમાર્કેટ “શુભમ કે માર્ટ”નો શુભારંભ...

ઉત્પાદનોની વિશાળ શ્રેણી સાથે પ્રદેશના અગ્રણી હાઇપરમાર્કેટ તરીકે શુભમ કે માર્ટ આધુનિક રિટેલ માર્કેટમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે.

X

આજના ઝડપી સમયમાં ગ્રાહકને વન-સ્ટોપ શોપિંગની સીધી સુવિધા મળી રહે તેને ધ્યાનમાં રાખી ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના ગડખોલ પાટિયા નજીક નીરવ હેરિટેજ શોપિંગ સેન્ટર ખાતે શુભમ કે માર્ટનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો છે.

ઉત્પાદનોની વિશાળ શ્રેણી સાથે પ્રદેશના અગ્રણી હાઇપરમાર્કેટ તરીકે શુભમ કે માર્ટ આધુનિક રિટેલ માર્કેટમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. શુભમ કે માર્ટની સ્થાપના વિજય કુમાર કાંકરિયા દ્વારા કરવામાં આવી હતી, જેમણે ગ્રાહકોને સૌથી ઓછી કિંમતે શ્રેષ્ઠ ગુણવત્તાવાળા ઉત્પાદનોની સેવા આપવાનું વિઝન જોયું હતું. શુભમ કે માર્ટ તે એક હાઇપરમાર્કેટ ચેઇન છે, જે દરેક વ્યક્તિની જરૂરિયાતો પૂરી કરે છે. ઓફર કરાયેલા કેટલાક ઉત્પાદનોમાં FMCG, કપડાં અને વસ્ત્રો, હોમ ફર્નિશિંગ અને ડેકોર, વાસણો, પ્લાસ્ટિક, ઇલેક્ટ્રોનિક સહિત અન્ય હોમ એપ્લાયન્સિસનો સમાવેશ થાય છે, ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના ગડખોલ પાટિયા નજીક નીરવ હેરિટેજ શોપિંગ સેન્ટર ખાતે રીબીન કાપી તેમજ દીપ પ્રાગટ્ય થકી શુભમ કે માર્ટનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો છે. આ સાથે જ સમગ્ર રાજ્યમાં આજે અંકલેશ્વરમાં શુભમ કે માર્ટની ચોથી બ્રાન્ચનો પ્રારંભ થયો છે, ત્યારે શુભમ કે માર્ટના શુભારંભ પ્રસંગે ડિરેક્ટર વિજયકુમાર કાંકડિયા અને શુભેચ્છક બાબુ પટેલ સહિત મોટી સંખ્યામાં આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story