ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC વિસ્તાર સ્થિત લાયન્સ સ્કૂલ ખાતે કેન્સર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ઉપસ્થિત રહી કેમ્પનો લાભ લીધો હતો.
ગુજરાત કેન્સર અને રિસર્ચ ઇન્સ્ટિટયૂટ-અમદાવાદ તેમજ લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરીયા અને લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમનના સંયુક્ત ઉપક્રમે અંકલેશ્વરના GIDC વિસ્તારમાં આવેલ લાયન્સ સ્કૂલ ખાતે કેન્સર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમન દ્વારા મહિલા કેન્સર જાગૃતિના હેતુ અર્થે ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ તેમજ લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરિયાના સંપૂર્ણ સહયોગથી લાભાર્થી મહિલાઓ માટે વિનામુલ્યે કેન્સર નિદાન કેમ્પ યોજાયો હતો. આ પ્રસંગે જેકસન એન્ડ સન્સ પાનોલીના સહયોગી નીલમ ભારતી, લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમનના પ્રમુખ દક્ષા સાબલપરા, સેક્રેટરી હિના મારકણા, ટ્રેઝરર કિંજલ દેવાણી, પ્રોજેક્ટ ચેરમેન મનીષા દુધાત તેમજ કો-ચેરમેન સુનિતા ગજેરા સહિત મોટી સંખ્યામાં લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમન્સ અને લાઇન ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરિયાના સભ્યો સહિત આમંત્રિત મહેમાનો અને લાભાર્થી બહેનોએ ઉપસ્થિત રહી કેમ્પને સફળ બનાવ્યો હતો.