Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: કોરોના કાળ બાદ નીકળેલ ભગવાન જગન્નાથની રથયાત્રામાં માનવ મહેરામણ ઉમટ્યું

ભરુચીનાકા નજીક આવેલ જગન્નાથ મંદિરેથી આજરોજ બહગવાન જગન્નાથની 20મી રથયાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા

X

અંકલેશ્વરના ભરુચીનાકા નજીક આવેલ જગન્નાથ મંદિરેથી આજરોજ બહગવાન જગન્નાથની 20મી રથયાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા

કોરોનાના કપરા કાળના કારણે પાછલા બે વર્ષોથી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી ન હતી જો કે આ વર્ષે કોરોનાનો કહેર ઓછો થતાં અષાઢી બીજના પાવન અવસરે અંકલેશ્વરમાં ભગવાન જગન્નાથની 20મી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતું. અંકલેશ્વરના ભરુચી નાકા નજીક આવેલ હરિદર્શન સોસાયટી સ્થિત જગન્નાથ મંદિરેથી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ વિનય વસાવા,કારોબારી અધ્યક્ષ સંદીપ પટેલ સહિતના આગેવાનો અને સંતો મહંતોના હસ્તે શ્રી ફળ વધેરી રથયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. રથયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પણ જોડાયા હતા. જય રણછોડ માખણ ચોરના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. રથયાત્રા સમયે કોઈ અનીરછનીય બનાવ ન બને એ માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો

Next Story