અંકલેશ્વર : ભરૂચી નાકા સ્થિત રત્નેશ્વર મહાદેવ મંદિર ખાતે પરશુરામ જયંતિના ઉપલક્ષમાં યોજાય મહાઆરતી...

ભરૂચી નાકા વિસ્તારમાં આવેલ પૌરાણિક રત્નેશ્વર મહાદેવ મંદિર ખાતે પરશુરામ જયંતી નિમિત્તે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું

New Update
અંકલેશ્વર : ભરૂચી નાકા સ્થિત રત્નેશ્વર મહાદેવ મંદિર ખાતે પરશુરામ જયંતિના ઉપલક્ષમાં યોજાય મહાઆરતી...

ભરૂચ જિલ્લા અંકલેશ્વર શહેરના ભરૂચી નાકા વિસ્તારમાં આવેલ પૌરાણિક રત્નેશ્વર મહાદેવ મંદિર ખાતે પરશુરામ જયંતી નિમિત્તે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.

અંકલેશ્વર શહેરના ભરૂચી નાકા વિસ્તાર સ્થિત રત્નેશ્વર મહાદેવ મંદિર ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ જયંતિ નિમિત્તે મહાઆરતી યોજાય હતી. મહાઆરતીમાં દક્ષિણ ગુજરાત બ્રહ્મ સમાજના મહામંત્રી બીપીન પટેલ, દક્ષિણ ગુજરાત બ્રહ્મ સમાજના અગ્રણી પ્રદીપ રાવલ, સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના ઉપપ્રમુખ દિપક ઉપાધ્યાય, અંકલેશ્વર જીઆઇડીસી બ્રહ્મ સમાજના પ્રમુખ ચંદુભાઈ જોષી ઉપરાંત અંકલેશ્વર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ભુપેન્દ્ર જાની, પૂર્વ પ્રમુખ રેણુકા રાવલ, બ્રહ્મ સમાજના અગ્રણી હરેન્દ્ર અગ્નિહોત્રી તથા કૌશલ ગોસ્વામી સહિત મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ચંદુભાઈ જોષીએ જણાવ્યું હતું કે, સમગ્ર ભરૂચ જિલ્લામાં 1,75,000 જેટલા બ્રહ્મ સમાજના લોકો વસે છે, એ સંગઠિત થાય તો સમાજ માટે ઘણું બધું કાર્ય થઈ શકે છે, અને સમાજ સંગઠિત થાય એ જ મહત્વનું છે. બ્રહ્મ સમાજ એકત્રિત થઈને દેશ માટે અને સમાજ માટે ઘણું બધું કાર્ય કરી શકે છે. એટલે તમામે પોતાનો યોગદાન સમાજને આપવાની જરૂર છે. અંતે કાર્યક્રમમાં આભાર વિધિ હરેન્દ્ર અગ્નિહોત્રી દ્વારા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિપ્રબંધુઓએ ઉપસ્થિત રહી મહાઆરતીમાં ભાગ લીધો હતો, અને કૃતાર્થ થયાની લાગણી અનુભવી હતી. આ સાથે જ ભરૂચ જિલ્લા બ્રહ્મ સમાજના પ્રમુખ તરીકે જનક પટેલની સર્વાનુમતિથી વરણી કરવામાં આવી હતી.

Latest Stories