અંકલેશ્વર: ચોર્યાસી ભાગોળ સ્થિત નવચેતન યુવક મંડળ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન

અંકલેશ્વરના ચોર્યાસી ભાગોળ વિસ્તારમાં આયોજિત ગણેશ મહોત્સવમાં અગ્રગણ્ય નાગરિકોએ આરતી ઉતારવાનો લહાવો લઈ ધન્યતા અનુભવી હતી

New Update

દુંદાળાદેવની આરાધનાનું પર્વ ગણેશ મહોત્સવ તેના અંતિમ ચરણમાં પહોંચ્યું છે ત્યારે શ્રીજીનું ઠેર ઠેર અત્યંત શ્રધ્ધાભેર પૂજન કરવામાં આવી રહયું છે. અંકલેશ્વરના ચોર્યાસી ભાગોળ વિસ્તારમાં નવચેતન યુવક મંડળ દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગણેશ ઉત્સવના આઠમાં દિવસે વિઘ્નહર્તાની સામૂહિક આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કનેક્ટ ગુજરાત ન્યૂઝ ચેનલના ડિરેક્ટર યોગેશ પારિક, ભારત વિકાસ પરિષદના ભાસ્કર આચાર્ય,વડોદરાના કોન્ટ્રાકટર હર્ષ દેસાઇ સહિતના આગેવાનોએ આરતી ઉતારવાનો લહાવો લઈ ધન્યતા અનુભવી હતી

Latest Stories