/connect-gujarat/media/post_banners/bf3095c33d5c4ce70ef0cd4f0ac29d0d46bb290010c4e17a0aecbf22e5117d9e.jpg)
અંકલેશ્વર શહેરમાં નિયમિત સફાઇના અભાવે સ્વચ્છતા અભિયાન નિષ્ફળ જતું જણાય રહયું છે. ભાટવાડ વિસ્તારમાં ઠેર ઠેર ફેલાયેલી ગંદકીથી લોકો તો પરેશાન છે જ પણ ગાયમાતા પણ કચરો ખાતા જોવા મળી રહયાં છે.
અંકલેશ્વર નગરપાલિકા સ્વચ્છતા પાછળ દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ કરતી હોય છે પણ ગંદકી ઓછુ થવાનું નામ લઇ રહી નથી. હવે ચોમાસાનો પ્રારંભ થઇ ચુકયો છે ત્યારે ગંદકીથી લોકો પરેશાન થઇ ગયાં છે. શહેરના ભાટવાડ વિસ્તારના દ્રશ્યો અમે તમને બતાવી રહયાં છે.
અંકલેશ્વરના ભાટવાડના દ્રશ્યો નગરપાલિકાની કામગીરી સામે અંગુલિનિર્દેશ કરી રહયાં છે. મહત્વની વાત એ છે સફાઇના અભાવે રોડની સાઇડ પર કચરાના ઢગલાં જોવા મળી રહયાં અને આ કચરો ગાયમાતા આરોગી રહયાં છે. કહેવાય છે કે ગાયમાં 33 કરોડ દેવી- દેવતાઓનો વાસ છે અને જે દેશમાં ગાયને માતા તરીકે પુજવામાં આવે છે તે દેશમાં જ ગાયમાતાને બદતર હાલમાં જીવવું પડે છે. ગાય હમારી માતા હૈના નારાઓ તો લગાવવામાં આવે છે પણ ગાયની દુર્દશા નારા લગાવનારાઓની આંખે દેખાતી નથી.
સ્વચ્છતા પાછળ કરોડો રૂપિયા ખર્ચાય છે તેમ છતાં ગાયમાતા કચરો આરોગે તે સમસ્ત હીંદુ સમાજ માટે શરમની બાબત કહેવાય. ગાયમાતાની દુર્દશાના દ્રશ્યો અમે તમને ફરી બતાવી રહયાં છે... કુંભકર્ણની નિંદ્રા માણતા સત્તાધીશો કદાચ ગાયમાતાની આવી હાલત જોઇ આ વિસ્તારમાં સફાઇ કરાવે.