Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર:વ્યાજખોરે ધમકી આપી વસુલી કરતા પોલીસે કરી ધરપકડ, વાંચો શું છે સમગ્ર મામલો

ભરૂચીનાકા પાસે ઓલપાડના મોરથાણ ગામના પિતા-પુત્રને અટકાવી વ્યાજખોરે ધમકી આપી વસુલી કરતા પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે.

અંકલેશ્વર:વ્યાજખોરે ધમકી આપી વસુલી કરતા પોલીસે કરી ધરપકડ, વાંચો શું છે સમગ્ર મામલો
X

અંકલેશ્વરના ભરૂચીનાકા પાસે ઓલપાડના મોરથાણ ગામના પિતા-પુત્રને અટકાવી વ્યાજખોરે ધમકી આપી વસુલી કરતા પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે.

ઓલપાડ ગામના બ્રાહ્મણ ફળિયામાં રહેતા કિરીટ અંબારામ પુરોહિતના પુત્ર સંજય પુરોહિત વર્ષ-૨૦૧૬માં અંકલેશ્વરના દીવા રોડ ઉપર આવેલ સાંઈ રેડીસેન્સીમાં રહેતા હતા તે સમયે તેઓની ભરૂચી નાકા પાસેની સાંઈ જનરલ સ્ટોર ખાતે પરેશ જયંતી અમીન બેસવા માટે આવતા હતા અને કિરીટ પુરોહિત અને તેઓના પુત્રને વ્યવસાય વધારવા માટે વ્યાજે રૂપિયા આપવાની વાતો કરી ભોળવી તેઓને ૫.૭૮ લાખ આપ્યા હતા જે બાદ વારંવાર વ્યાજ સાથેની રકમની માંગણી કરી હેરાન પરેશાન કરતા સંજય પુરોહિતએ ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કરતા પરિવારજનોએ તેને સારવાર માટે અંકલેશ્વરની હોસ્પીટલમાં ખસેડ્યા હતા તે સમયે પિતા કિરીટભાઈએ તેઓની પત્નીની ખેતીની જમીન ઉપર લોન લઇ વ્યાજખોરને વ્યાજ સહીત ૯ લાખ રૂપિયા રોકડા ચૂકવી દીધા હતા ત્યારબાદ પણ વ્યાજખોર પરેશ અમીન ફોન અને રૂબરૂ ઘરે આવી અપશબ્દો ઉચ્ચારી પરિવારજનોને ધમકી આપતો અને સંજય પુરોહિત પાસે લીધેલ કોરા ચેકમાંથી ૩૦ લાખની રકમ ભરી ચેક બેંકમાં બાઉન્સ કરાવી કોર્ટ કેસ કરાવ્યો હતો આ વ્યાજખોરથી ત્રસ્ત થયેલ પરિવારે તેને વિરુદ્ધ અંકલેશ્વર એ ડીવીઝન પોલીસ મથક ખાતે નાણા ધીરધારનું લાયસન્સ વિના વ્યાજે રૂપિયા આપી હેરાન કરી ધમકી આપતો હોવાની ફરિયાદ નોંધાવી છે.પોલીસે ગણતરીના કલાકમાં વ્યાજખોરને ઝડપી પાડ્યો હતો

Next Story