અંકલેશ્વર:નગર પાલિકાની સામાન્ય સભા ભ્રષ્ટાચારના મુદ્દે બની તોફાની,સફાઈ કામદારોએ પણ નોંધાવ્યો વિરોધ

અંકલેશ્વર નગર સેવા સદનની આજરોજ સામાન્ય સભા મળી હતી જો કે સામાન્ય સભા દરમ્યાન હંગામો થયો હતો.

New Update
અંકલેશ્વર:નગર પાલિકાની સામાન્ય સભા ભ્રષ્ટાચારના મુદ્દે બની તોફાની,સફાઈ કામદારોએ પણ નોંધાવ્યો વિરોધ

અંકલેશ્વર નગર સેવા સદનની આજરોજ સામાન્ય સભા મળી હતી જો કે સામાન્ય સભા દરમ્યાન હંગામો થયો હતો. નગર પાલિકામાં વર્ષોથી ફરજ બજાવતા સફાઈ કામદારોનેવ કોન્ટ્રાક્ટમાં સમાવવામાં આવતા તેઓ નગર પાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા અને હંગામો મચાવ્યો હતો. વિપક્ષના સભ્યો સાથે તેઓએ સામાન્ય સભામાં તેઓના પ્રશ્ને રજૂઆત કરી હતી

સામાન્ય સભામાં પ્રમુખ વિનય વસાવાએ કુલ ૫૧ જેટલા વિકાસના કામોને બોર્ડ સમક્ષ મૂક્યા હતા મોટાભાગના કામોનો વિપક્ષી નેતા જહાંગીર ખાન પઠાણ તેમજ સદસ્ય રફીક ઝગડિયાવાલા એ ગેરરીતિ તેમજ ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા. વિપક્ષી સભ્યો ના કહેવા મુજબ સત્તાપક્ષ નિયમ વિરૃદ્ધ અગાઉ જે કામ થઈ ગયા હોય તેનું પેમેન્ટ ચૂકવાઈ ગયું હોય તેવા કામો મંજૂરી અર્થે બોર્ડમાં મૂકે છે. તો વાર્ષિક કોન્ટ્રાકટના ઓથા હેઠળ નગરપાલિકાની તિજોરીના નાણાંનો દુરુપયોગ કરતા આવ્યા છે.

વિપક્ષી સભ્યોએ બિરસા મુંડાની પ્રતિમા મુકવા સંદર્ભે પણ સત્તાપક્ષની ફીરકી લીધી હતી,તો હલકી ગુણવત્તાવાળા રોડ-રસ્તા બ્લોકના કામોમાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાના આક્ષેપો કર્યા હતા.નગરપાલિકાના પ્રમુખ વિનય વસાવા એ જોકે તમામ આક્ષેપોને ફગાવી દીધા હતા. વધુમા ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસે નગરપાલિકા પૂનઃ જમીન હસ્તાંતરિત કરી ત્યાં સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ ઉભુ કરાશે તેવી જાહેરાત કરી હતી.

આ તરફ જિનવાલા સ્કૂલમાં 60 લાખનો ખર્ચો અને સુકાવાલી ડમ્પિંગ સાઇટ ઉપર લાખોનું ભંગાર વેચી મારવામાં બંનેનો અહેવાલ સભામાં રજૂ નહીં કરાતા વિપક્ષ લાલઘૂમ બન્યું હતું સાથે 26 કામદારોને છૂટા કરી દેવા મુદ્દે કાયદાકીય લડત ચલાવવાની તૈયારી બતાવી હતી.

Latest Stories