અંકલેશ્વર નગર પાલિકા પ્રમુખના અઢી વર્ષની ટર્મની અંતિમ સામાન્ય સભામાં 28 જેટલા કામોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી
અંકલેશ્વર નગર પાલિકાના સભાખંડ ખાતે પાલિકા પ્રમુખ વિનય વસાવાની અધ્યક્ષતામાં પોતાના અઢી વર્ષની ટર્મની અંતિમ સામાન્ય સભાં માળી હતી જેમાં 28 જેટલા વિકાસલક્ષી કામો એજન્ડા પર મૂકવામાં આવ્યા હતા જેમાં ટ્રાફિકનું ભારણ અને અકસ્માતની ઘટના નિવારવા માટે રિંગરોડ માટે દરખાસ્ત કરવા સાથે સુરતી ભાગોળ વાવ નજીક આદિવાસી સમાજ માટે બિરસા મુંડા હૉલ,જવાહર ભાગ ખાતે સ્વાતંત્ર્ય સેવાની ઈશ્વર કાયસ્થની પ્રતિમા અને તમામ નવ વોર્ડમાં વર્ષો જૂની 30થી 35 ગટરોના નવીનીકરણ માટે 4 કરોડના ખર્ચે નવી બનાવવા સહિત 28 જેટલા કામોનું સર્વાનુમતે મંજૂરી કરવામાં આવ્યા હતા.ઉપરાંત નગર પાલિકા સંચાલિત દવાખાના ખાતે ગાયનેક ડોકટર લેવામાં આવ્યા છે જેઓ દ્વારા નવ વર્ષ બાદ પ્રથમ નોર્મલ પ્રસૂતિ કરવવામાં આવી છે જેઓને અભિનંદન પાઠવવા સાથે સગર્ભા મહિલાઓની પ્રસૂતિ માટે પણ ચાર્જ નક્કી કરવામાં આવ્યા છે જેમાં નોર્મલ ડિલિવરી માટે 1 હજાર તો સીઝર માટે 4થી 5 હજારનો ચાર્જ વસૂલ કરવામાં આવશે.
વિપક્ષે આ સામાન્ય સભા પ્રમુખના અઢી વર્ષના વખાણ લેવા જ બોલાવી હોવાના આક્ષેપ કર્યા હતા જ્યારે આદિવાસી સમાજ માટે બિરસા મુંડા હૉલના નિર્ણયને વધાવી લીધો હતો.