Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : નવી દીવી ભાથીજી યુવક મંડળની અનોખી પહેલ, જુઓ કેવી બનાવી અનોખી શ્રીજીની પ્રતિમા..!

અંકલેશ્વર નવી દીવીના શ્રીજી ભક્તોની અનોખી પહેલ, ભાથીજી યુવક મંડળે બનાવી ઇકોફ્રેન્ડલી શ્રીજી પ્રતિમા.

X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના નવી દીવી ગામ ખાતે ભાથીજી યુવક મંડળ દ્વારા નવતર અભિગમના ભાગરૂપે કાગળમાંથી 100 ટકા ઇકો ફ્રેન્ડલી શ્રીજીની પ્રતિમાનું સર્જન કરવામાં આવ્યું છે, ત્યારે હાલ ચાલી રહેલા ગણેશ મહોત્સવ દરમ્યાન અહીનું પંડાલ શ્રીજીભક્તોમાં આસ્થાનું કેન્દ્ર બન્યું છે.

ભગવાન શ્રીજીની આરાધના કરવાના ઉત્સવ એવા ગણેશ મહોત્સવનો પ્રારંભ થઈ ચૂક્યો છે, ત્યારે શ્રીજીભક્તો ભગવાન ગણેશજીની અનોખી ભક્તિ કરી ધન્યતા અનુભવતા હોય છે. વર્તમાન સમયમાં તંત્ર અને લોકોમાં આવેલી જાગૃતિના પગલે હવે ઇકો ફ્રેન્ડલી ગણેશજીનું સ્થાપન કરવા સાથેને ઉત્સવની પરંપરા શરૂ થઇ છે. લોકો સ્વયંભૂ જાગૃત બની ભગવાન શ્રીજીના ઇકોફ્રેન્ડલી સ્વરૂપનું સર્જન કરી રહ્યા છે, ત્યારે અંકલેશ્વર તાલુકાના નવી દીવી ગામ ખાતે ભાથીજી યુવક મંડળ દ્વારા આ વર્ષે નવતર અભિગમ અપનાવામાં આવ્યો છે.

ભાથીજી યુવક મંડળના સભ્યોએ કાગળ અને કાર્ડબોર્ડનો ઉપયોગ કરી શ્રીજીની 5 ફૂટની ઇકો ફ્રેન્ડલી પ્રતિમાનું સર્જન કર્યું છે. મંડળના 10થી વધુ સભ્યો છેલ્લા દોઢ મહિનાથી મહેનત કરી અંદાજે 15 કિલો વજન ધરાવતી અદભૂત મૂર્તિનું સર્જન કરી પંડાલમાં સ્થાપન કર્યું છે. ઇકો ફ્રેન્ડલી થીમ આધારિત શ્રીજીની પ્રતિમાનું સર્જન કરવામાં આવ્યું છે, ત્યારે હવે અન્ય ગણેશ યુવક મંડળો પણ આ થીમને અનુસરી પર્યાવરણની જાળવણી સાથે ઇકો ફ્રેન્ડલી ઉત્સવ મનાવે તેવી ભાથીજી યુવક મંડળ દ્વારા અપીલ કરવામાં આવી છે.

Next Story