/connect-gujarat/media/post_banners/1c0f62b06014959698482ce1406a81cb8c241acb33069a2fd10d420f59f05161.jpg)
અંકલેશ્વરના ઉદ્યોગોમાંથી નીકળતા પ્રદુષિત પાણી સાથે ચોમાસામાં વરસાદી પાણી પણ વધી જાય છે. ખાડીઓમાં વધતા પાણી અને કંપનીઓમાંથી નીકળતા એફલુઅન્ટને અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિયેશન ટ્રીટમેન્ટ માટે NCT માં મોકલતું હોય છે. જેથી તેને પણ પ્રક્રિયા કરી દરિયામાં છોડી શકાય.હાલ ક્ષમતા કરતા ડિસ્ચાર્જ પ્રદુષિત પાણી વધી જતાં બુધવારે બપોરે 2 કલાક થી ગુરૂવાર સુધી નર્મદા ક્લીન ટેક દ્વારા અંકલેશ્વરના ઉદ્યોગોમાંથી નીકળતું પ્રદુષિત પાણી 24 કલાક માટે લેવાનું બંધ કરાયું છે.આ અંગે એ.આઈ.એ. એ જણાવ્યું છે કે, NCT ના ગાર્ડ પંપ ભરાઈ જતા હવે વેસ્ટ એફલુઅન્ટ માટે જગ્યા નહિ હોવાથી કપનીઓમાંથી જે પાણી છોડાઈ છે તે અટકવાયું છે.જેથી કરી ક્ષમતા કરતા વધુ પ્રદુષિત પાણીને ટ્રીટમેન્ટ આપી નિકાલ કર્યા બાદ કંપનીઓનું વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ માટે લઈ શકાય. કપનીઓમાંથી 24 કલાક માટે ડિસ્ચાર્જ બંધ કરાતા સતત પ્રક્રિયા વાળા ઉદ્યોગો ઉપર અસર પડશે અને તેમના ઉત્પાદન પણ પ્રભાવિત થશે.