અંકલેશ્વર : સેંગપુર નજીક રૂ. 2.50 લાખના દારૂના જથ્થા સાથે એક ઈસમની અટકાયત, 3 ઇસમો વોન્ટેડ

દારૂ અને જુગાર જેવી પ્રવૃતિઓ ઉપર સતત પોલીસ વિભાગ દ્વારા વૉચ રાખી તેને અંકુશમાં લાવવા રાત-દિવસ જિલ્લાના વિવિધ સ્થળે દરોડાઓ પાડવામાં આવી રહ્યા છે

New Update
અંકલેશ્વર : સેંગપુર નજીક રૂ. 2.50 લાખના દારૂના જથ્થા સાથે એક ઈસમની અટકાયત, 3 ઇસમો વોન્ટેડ

ભરૂચ જિલ્લામાં દારૂ અને જુગાર જેવી પ્રવૃતિઓ ઉપર સતત પોલીસ વિભાગ દ્વારા વૉચ રાખી તેને અંકુશમાં લાવવા રાત-દિવસ જિલ્લાના વિવિધ સ્થળે દરોડાઓ પાડવામાં આવી રહ્યા છે, તેમજ લાખોની કિંમતનો મુદ્દામાલ પણ કબ્જે કરવામાં આવી રહ્યો છે. તેવામાં વધુ એક નશાનો વેપલો ધમધમાવતો બુટલેગર ક્રાઇમ બ્રાંચના હાથે ઝડપાયો છે.

ભરૂચ ક્રાઇમ બ્રાંચના કર્મીઓ અંકલેશ્વરના સેંગપુર ગામ નજીક પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન મળેલ બાતમીના આધારે સેંગપુર ગામની સીમમાં આવેલ ખેતરમાંથી ભારતીય બનાવટના વિદેશી શરાબના જથ્થાને ઝડપી પાડી દારૂની નાની-મોટી કુલ ૧૩૩૬ નંગ બોટલ કબ્જે કરી અંકલેશ્વરના ઇસમની અટકાયત કરી હતી. ક્રાઇમ બ્રાંચના દરોડામાં પોલીસે મામલે અન્ય 3 સેંગપુર, ચોર આમલા અને તુકેદ કડવાલી સુરતના ઈસમોને વોન્ટેડ જાહેર કરી કુલ ૨,૫૨,૪૦૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Latest Stories