Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : નેક્ટર એન્જી. ફેબ્રિ.માંથી ચોરી થયેલ મુદ્દામાલ સાથે GIDC પોલીસે કરી 2 શખ્સોની ધરપકડ

જીઆઈડીસીમાં આવેલ નેક્ટર એન્જીનીયરીંગ ફેબ્રિકેશન કંપનીના કમ્પાઉન્ડમાંથી થયેલ 654 કિલો સ્ટ્રક્ચર મટિરિયલ્સની ચોરીનો ભેદ ઉકેલી પોલીસે 2 ભંગારીયાઓને ઝડપી પાડ્યા હતા.

X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ નેક્ટર એન્જીનીયરીંગ ફેબ્રિકેશન કંપનીના કમ્પાઉન્ડમાંથી થયેલ 654 કિલો સ્ટ્રક્ચર મટિરિયલ્સની ચોરીનો ભેદ ઉકેલી પોલીસે 2 ભંગારીયાઓને ઝડપી પાડ્યા હતા.

મળતી માહિતી અનુસાર, ભરૂચની ઝાડેશ્વર ચોકડી ખાતે કવિતા ધામમાં રહેતા સંજયકુમાર હિરપરા અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી નેક્ટર એન્જીનિયરિંગ ફેબ્રિકેશન કંપનીમાં ડિરેકટર છે. ગત તા. 28 એપ્રિલના રોજ પ્લોટ નંબર 601માં આવેલી કંપનીના કમ્પાઉન્ડમાંથી સ્ટ્રક્ચર મટિરિયલ્સની ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. જે અંગે તપાસ કરતા એસ.એસ. સ્ટ્રક્ચરનું વિવિધ 654 કિલો મટિરિયલ્સ જેની કિંમત રૂપિયા 72 હજાર ઉપરાંત થવા જઈ રહી છે, ત્યારે સમગ્ર મામલે તેઓએ જીઆઇડીસી પોલીસ મથકે ચોરી અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ દરમિયાન ચોરી થયેલ મુદ્દામાલ મીરાનગર સ્થિત પાકીઝા હોટલ પાસે અબ્દુલ્લા ભંગારની દુકાનમાં સફેદ રંગની પીકઅપ વાન નંબર GJ-16-AV-2504માં ભરી સગેવગે થવાની પેરવી કરવામાં આવી રહી હોવાની પોલીસને બાતમી મળી હતી, ત્યારે બાતમીના આધારે પોલીસે સ્થળ પરથી એસ.એસ.ના સ્પેરપાર્ટ અને સ્ટ્રક્ચર મટિરિયલ્સ સહિત રૂ. 2 લાખની પીકઅપ વાન મળી કુલ 2.72 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ સાથે જ મીરાનગર સ્થિત પાકીઝા હોટલ પાસે રહેતો ભંગારી અબ્દુલ્લા જહીર શાહ અને નુર મોહમંદ શાન મોહમંદ ખાનને ઝડપી પૂછપરછ કરાતા આ જથ્થો મોહિત ઉર્ફે બિહારી પાલ, સમીરકુમાર ઉર્ફે ગોરિયા યાદવ અને અમિત નામનો ઇસમ ચોરી કરી રૂ. 35 હજારમાં વેચાણ કરી ગયા હોવાનું જણાવ્યું હતું.

Next Story