અંકલેશ્વર : લાયન્સ ક્લબ ઓફ-પાનોલીનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો, નવા પ્રમુખ સહિતના સભ્યોની વરણી...

અંકલેશ્વર GIDC સ્થિત ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે લાયન્સ ક્લબ ઓફ પાનોલી ઇન્ડસ્ટ્રીયલ એરિયાના પ્રમુખ સહિત સભ્યોનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો.

New Update
અંકલેશ્વર : લાયન્સ ક્લબ ઓફ-પાનોલીનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો, નવા પ્રમુખ સહિતના સભ્યોની વરણી...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC સ્થિત ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે લાયન્સ ક્લબ ઓફ પાનોલી ઇન્ડસ્ટ્રીયલ એરિયાના પ્રમુખ સહિત સભ્યોનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો.

અંકલેશ્વરના જીઆઈડીસી વિસ્તારમાં આવેલ ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે લાયન્સ ક્લબ ઓફ પાનોલી ઇન્ડસ્ટ્રીયલ એરિયાના પ્રમુખ અને તેઓની ટીમના સભ્યોનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. જેમાં ફસ્ટ વોઈસ ડીસ્ટ્રીકટ ગવર્નર દીપક પખાલેએ ક્લબના પ્રથમ પ્રમુખ તરીકે જપન વેલાણી, સેક્રેટરી અલ્પેશ રનપરીયા અને ખજાનચી તરીકે નીતિન બંગોરીયાની વરણી કરી હતી. આ સાથે જ ક્લબના અન્ય સભ્યોને પણ પીન અને કોલર અર્પણ કરી શપથ ગ્રહણ કરાવ્યા હતા. આ શપથ ગ્રહણ સમારોહમાં મુખ્ય મહેમાન ડીસ્ટ્રીકટ ગવર્નર મહેશ પટેલ, એઆઈએ પ્રમુખ જશું ચૌધરી, સલ્ફર મિલના જનરલ મેનેજર વસ્તુપાલ શાહ, પંકજ ભરવાડા સહિત મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.