/connect-gujarat/media/post_banners/6456e540c16473884f347f5cc33d96394e2090612d910dbd23e50aa3a25a2a20.webp)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના ઈદગાહ ખાતે આજરોજ રમઝાન ઈદની નમાજ અદા કરીને મુસ્લિમ બિરાદરો દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
પવિત્ર રમઝાન માસના 30 દિવસ રોઝા રાખી મુસ્લિમ બિરાદરો દ્વારા ઈબાદત કરી અંકલેશ્વરની ઇદગાહ ખાતે ઈદની નમાજ પઢવામાં આવી હતી. હજારોની સંખ્યામાં મુસ્લિમ બિરાદરો હાજર રહી ઈદની નમાજ અદા કરી હતી. સાથે જ દેશની ઉન્નતિ અને સલામતી તથા કોમી ભાઈચારો બની રહે તે માટે દુઆઓ કરવામાં આવી હતી. પોલીસ ખાતા દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. અંકલેશ્વર શહેર એ’ ડિવિઝન પોલીસ ઇન્સ્પેકટર તથા એસઓજી પીઆઈ, એલસીબી ટીમ, ડીસ્ટાફ ટીમ ઉપસ્થિત રહી બંદોબસ્ત પૂરો પાડ્યો હતો. આ પ્રસંગે અંકલેશ્વર શહેરના મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા પોલીસ વિભાગનો આભાર માની પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું.
/connect-gujarat/media/post_attachments/1a30b88c66dd17fab4433cec602f4487957192aa701d5a6c7a5f5ffdd15dfe0a.webp)
/connect-gujarat/media/post_attachments/838847e37a0a46269bf4b29855fd27d0d8cacd8709fa941c2226f765fd8ad8fb.webp)