/connect-gujarat/media/post_banners/a62c3cd9e24ab634124d88f1bca7f873427be6fb9a8b39faf396bc2d36df6568.jpg)
અંકલેશ્વર-હાંસોટ રોડ ઉપર આવેલ માં રેસિડેન્સીમાં મહિલાને સોનાનું મંગળસૂત્ર ચમકાવી આપવાના બહાને બે ગઠિયા 1.50 લાખનું સોનાનું મંગળસૂત્ર લઈ ફરાર થઈ ગયા હતા.
અંકલેશ્વર-હાંસોટ રોડ ઉપર આવેલ માં રેસિડેન્સીમાં રહેતા વૈશાલીબેન પ્રજાપતિ પોતાના ઘરે હતા તે દરમ્યાન સોસાયટીમાં બે ઇસમો ઉજાલા પાઉડર વેચાણ માટે આવ્યા હતા જે બંને ઇસમોએ મહિલાને પ્રથમ તાંબાનો લોટો અને ચાંદીના પાયલ પાઉડર વડે ધોઈ આપ્યા હતા અને વિશ્વાસ કેળવી તેઓને લિક્વિડ બનાવી આપ્યું હતું.જે બાદ બંને ગઠિયાઓએ મહિલાને હળદર અને ડબ્બો માંગી તેમાં સોનાની વસ્તુ માંગતા મહિલાએ 1.50 લાખનું સોનાનું મંગળસૂત્ર આપ્યું હતું. બંને ઇસમોએ હળદર અને પાઉડર નાખી ડબ્બો બંધ કરી દીધો હતો અને તેને પાંચ મિનિટ પછી ઉઘાડવાનું કહી જતાં રહયા હતા મહિલાએ જેવો પાંચ મિનિટ પછી ડબ્બો ખોલતા તેમાં રહેલ સોનાનું મંગળસૂત્ર ગાયબ જણાયું હતું.જેથી તેઓ છેતરાયા હોવાનું માલૂમ પડતાં તેઓએ બંને ગઠિયા વિરુધ્ધ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.