અંકલેશ્વર : મદદ કરવાના બહાને 15 લોકોના ATM કાર્ડથી રૂ. 3.63 લાખ સેરવી લેનાર મહેસાણાના ભેજાબાજની ધરપકડ

મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર જીનવાલા સર્કલ ખાતે ફેબ્રુઆરીમાં એટીએમ સેન્ટર પર નાણાં ઉપાડવા ગયેલા મહિલા પોલીસ કર્મચારી ઠગાઈનો ભોગ બન્યા હતા.

New Update
અંકલેશ્વર : મદદ કરવાના બહાને 15 લોકોના ATM કાર્ડથી રૂ. 3.63 લાખ સેરવી લેનાર મહેસાણાના ભેજાબાજની ધરપકડ

અંકલેશ્વર એ’ ડિવિઝન અને ભરૂચ LCBએ 3 મહિનામાં બાઇક પર ફરી મદદ કરવાના બહાને રાજ્યમાં 15 લોકોના એટીએમ કાર્ડ બદલી રૂ. 3.63 લાખ સેરવી લેનાર 2 ભેજાબાજોમાંથી એકને હસ્તગત કરી લીધો છે.

મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર જીનવાલા સર્કલ ખાતે ફેબ્રુઆરીમાં એટીએમ સેન્ટર પર નાણાં ઉપાડવા ગયેલા મહિલા પોલીસ કર્મચારી ઠગાઈનો ભોગ બન્યા હતા. ભેજાબાજે મદદ કરવાના બહાને મહિલા પોલીસક્રમીનું એટીએમ કાર્ડ લઈ તેના સ્થાને બીજું કાર્ડ આપી દીધું હતું. જે બાદ તેમના કાર્ડ વડે રૂપિયા 1.36 લાખ ઉઠાવી લીધા હતા. બનાવ અંગે અંકલેશ્વર એ’ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પી.આઈ. આર.એચ.વાળા અને એલસીબી પી.આઈ. ઉત્સવ બારોટની ટીમોએ તપાસ હાથ ધરી હતી. જેમાં નજીકના સીસીટીવી ચકાસી આરોપી મહેસાણાનો હોવાનું ખુલતા ત્યાંથી તેને ઝડપી ભરૂચ લાવી ભેજાબાજ શૈલેષ કનુ સલાટની કડક પૂછપરછ કરાતા તે તેના વોન્ટેડ સાથીદાર નાગજી પ્રભાત રબારી સાથે લોકોને ઠગવાનો ગુનો આચરતો હોવાનું કબુલ્યું હતું. સ્પ્લેન્ડર બાઇક ઉપર બન્નેએ નીકળી 3 મહિનામાં ગાંધીનગર, વડોદરા, સુરત, અમદાવાદ અને અંકલેશ્વરમાં 15 લોકોને એટીએમ ખાતે મદદ કરવાના નામે છેતરી રૂ. 3.63 લાખ સેરવી લીધા હતા. પકડાયેલા આરોપીએ 5 ગુનાની કબૂલાત કરી છે, તો વોન્ટેડ આરોપી સામે છેતરપિંડી સહિતના અલગ અલગ જિલ્લામાં 8 ગુના નોંધાયેલા છે. ઝડપાયેલા શૈલેષ પાસેથી બાઇક, 3 એટીએમ કાર્ડ, રોકડા 62 હજાર, મોબાઈલ મળી એક લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. બન્ને ઠગ એટીએમ સેન્ટર પર પહોચી રૂપિયા ઉપાડી આપવાના બહાને કાર્ડ મેળવી તેના સ્થાને બીજો કાર્ડ આપી અગાઉથી મેળવેલ પિનના આધારે બીજા એટીએમ પર જઈ નાણાં ઉપાડી લેતા હતા.

Read the Next Article

અંકલેશ્વર: ભાવિનો મનગમતો ભરથાર પ્રાપ્ત કરાવનાર ગૌરીવ્રતની પુર્ણાહુતી, કુંવારીકાઓએ 5 દિવસ ઉપવાસ રાખી કરી આરાધના

ભાવીનો મનગમતો ભરથાર પ્રાપ્ત કરાવનાર ગૌરીવ્રત જયાપાર્વતી વ્રતની આજે પુર્ણાહુતી થઈ છે ત્યારે અંકલેશ્વરના શિવાલયોમાં કુવારિકાઓએ પૂજન અર્ચન કર્યું હતું

author-image
By Connect Gujarat Desk
New Update
  • ગૌરીવ્રત- જયા પાર્વતી વ્રતની પુર્ણાહુતી

  • શિવાલયોમાં જોવા મળી ભીડ

  • કુંવારીકાઓએ દેવાધિદેવ મહાદેવનું કર્યું પૂજન

  • મનગમતો ભરથાર મેળવવા કરવામાં આવે છે વ્રત

  • ગૌરી માંનુ કરાયુ પૂજન અર્ચન

ભાવીનો મનગમતો ભરથાર પ્રાપ્ત કરાવનાર ગૌરીવ્રત જયાપાર્વતી વ્રતની આજે પુર્ણાહુતી થઈ છે ત્યારે અંકલેશ્વરના શિવાલયોમાં કુવારિકાઓએ પૂજન અર્ચન કર્યું હતું
અષાઢ સુદ તેરસથી અષાઢ વદ બીજ સુધી 5 દિવસ માટે ઉજવવામાં આવતા ગૌરીવ્રતની આજે પુર્ણાહુતી થઈ છે. ગૌરીએ દેવી પાર્વતીનું જ નામ છે ત્યારે નાની બાળાઓ ગૌરીમાંનું પૂજન કરીને 5 દિવસ અલૂણાં એટલે કે, મીઠા વગરના ભોજન સાથે વ્રત રાખતી હોય છે.આ વ્રત દીકરીઓ સારા વરની પ્રાપ્તિ અને સુખી જીવન માટે રાખતી હોય છે. મોટી છોકરીઓ અને વિવાહિત સ્ત્રીઓ જયા પાર્વતી વ્રત કરે છે. જેમાં તે શિવપાર્વતીની આરાધના કરી અખંડ સૌભાગ્યવતીની કામના કરે છે. આજે ગૌરીવ્રતની પુર્ણાહુતી થતાં અંકલેશ્વરના વિવિધ શિવાલયોમાં કુવારીકાઓએ શિવજી અને ગૌરીમાંનુ પૂજન અર્ચન કર્યું હતું. દૂધ જળ બિલીપત્ર અર્પણ કર્યા હતા અને
આરાધનામાં લીન બન્યા હતા.
Latest Stories