અંકલેશ્વર : ચોરીની 3 મોટરસાયકલ સાથે એક ઇસમ એ' ડિવિઝન પોલીસના હાથે ઝડપાયો...

જિલ્લાના અંકલેશ્વર શહેર એ’ ડિવિઝન પોલીસે ચોરીની 3 મોટરસાયકલ સાથે એક ઇસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update
અંકલેશ્વર : ચોરીની 3 મોટરસાયકલ સાથે એક ઇસમ એ' ડિવિઝન પોલીસના હાથે ઝડપાયો...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર એ' ડિવિઝન પોલીસે ચોરીની 3 મોટરસાયકલ સાથે એક ઇસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisment

મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર શહેર એ' ડિવિઝન પોલીસ મથકના કર્મીઓ પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન મળેલ બાતમીના આધારે દિવા રોડ પર આવેલ મંગલમૂર્તિ સોસાયટી પાછળ ઝુપડપટ્ટી નજીકથી ચોરીની મોટરસાયકલ સાથે એક ઇસમને પકડી પાડવામાં આવ્યો હતો. અંકલેશ્વર એ' ડિવિઝન પોલીસે ઝડપાયેલ ઈસમ અંકલેશ્વરના કૃષ્ણનગરનો હોવાનું બહાર આવ્યું છે. પોલીસે આ ઈસમની સઘન પૂછપરછ કરતા તેના ઘર નજીકથી ચોરીમાં ગયેલ અન્ય 2 એક્ટિવા પણ પોલીસે કબ્જે કરી હતી. અંકલેશ્વરમાંથી ઝડપાયેલો ભેજાબાજ ઈસમ પ્રથમ અંકલેશ્વરના સોસાયટી વિસ્તારોમાં ફરીને રેકી કરતો હતો. જે બાદ તે બાઇક તથા મોટરસાયકલની ચોરી કરી તેની નંબર પ્લેટ કાઢી નાંખી બાઇકના સ્પેરપાર્ટ છુટા કરીને ભંગારમાં વેચી દેતો હતો. જોકે, તેના સાતીર ગુનાહિત દિમાગે આખરે તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

Advertisment