Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : "પાલિકાની કાર્યવાહી", ત્રણ રસ્તા સર્કલ નજીક શાકભાજી-પથારાવાળાઓને દૂર કરાયા…

અંકલેશ્વર શહેરમાં વધતા જતા ટ્રાફિકથી લોકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે..

X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના ત્રણ રસ્તા સર્કલ સહિતના વિવિધ વિસ્તારોમાં શાકભાજી અને પથારાવાળાઓ દ્વારા કરાયેલા દબાણોને પાલિકા દ્વારા દૂર કરવામાં આવ્યા હતા. અંકલેશ્વર શહેરના ત્રણ રસ્તા સર્કલથી સરગમ કોમ્પ્લેક્સ સુધીમાં લારી-ગલ્લા સહિત શાકભાજી અને પથારાવાળાઓ દ્વારા ગેરકાયદેસર દબાણ કરાતા પાલિકાએ સપાટો બોલાવ્યો હતો. અંકલેશ્વર શહેરમાં વધતા જતા ટ્રાફિકથી લોકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે..

પાલિકા દ્વારા આવા દબાણોને તાત્કાલિક અસરથી દૂર કરવા નિર્ણય લેવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે મુખ્ય માર્ગ પર રહેલા તમામ પ્રકારના ગેરકાયદેસર દબાણોને પાલિકાની ટીમ દ્વારા દૂર કરવામાં આવ્યા હતા. રાહદારીઓ માટે માથાના દુ:ખાવા સમાન બનેલ લારી-ગલ્લા સહિત શાકભાજી અને પથારાવાળાઓને હટાવવામાં આવ્યા હતા, ત્યારે એક સમયે પાલિકાના અધિકારીઓ અને નાના વેપારીઓ વચ્ચે ચકમક પણ ઝરી હતી.

Next Story