Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : પાનોલીની કંપનીમાંથી મંજુરી વિના સંગ્રહ કરાયેલો સોલવન્ટના 166 બેરલ મળ્યાં

પાનોલીની હોનેસ્ટ ટ્રેડિ઼ગ કંપનીમાં કાર્યવાહી, ભરૂચ એલસીબીની ટીમે પાડયો દરોડો.

X

ભરૂચ જિલ્લાની પાનોલી જીઆઇડીસીની કંપનીમાંથી મંજુરી વિના સંગ્રહ કરવામાં આવેલાં સોલવન્ટના 166 બેરલ સીઝ કરી દેવામાં આવ્યાં છે. લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમે હોનેસ્ટ ટ્રેડિંગ કંપનીમાંથી આ સોલવન્ટનો જથ્થો ઝડપી પાડયો છે.

ભરૂચ જિલ્લામાં કેમિકલનું ઉત્પાદન તથા સંગ્રહ કરતાં અનેક એકમો આવેલાં છે. જેમાં જવલનશીલ તથા અતિ જવલનશીલ કેમિકલના ઉત્પાદન તેમજ સંગ્રહ કરવામાં આવે છે. પાનોલી જીઆઇડીસીમાં આવેલી હોનેસ્ટ ટ્રેડિંગ કંપનીમાં મંજુરી વિના સોલવન્ટનો જથ્થો રાખવામાં આવ્યો હોવાની બાતમી ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચને મળી હતી. પોલીસની ટીમે મામલતદારને સાથે રાખીને કંપનીમાં તપાસ હાથ ધરી હતી. જેમાં જીપીસીબીની મંજુરી તથા ફાયર સેફટીનું સર્ટિફિકેટ લીધા સિવાય સોલવન્ટના જથ્થાનો સંગ્રહ કરવામાં આવ્યો હોવાનું જણાયું હતું. કંપનીમાં સંગ્રહ કરવામાં આવેલાં સોલવન્ટના 166 બેરલ સીઝ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે સોલવન્ટ જવલનશીલ કેમિકલ છે.

Next Story