Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : અંદાડા ગામે ગૌચર જમીનમાં વૃક્ષારોપણ અને વોલ ઊભી કરાતા પશુપાલકોએ હોબાળો મચાવ્યો

પશુપાલકોએ પોતાના પશુઓને લઇને ક્યાં જવું તે પ્રશ્ન ઊભો થતા પશુપાલકોએ આજે રસ્તા ઉપર ઉતરી આક્રોશ વ્યક્ત કર્યો હતો.

X

અંકલેશ્વરના અંદાડા ગ્રામ પંચાયતની હદમાં ગૌચર જમીન પર વૃક્ષારોપણ તેમજ વોલ બનાવવામાં આવતી હોવાના આક્ષેપ સાથે પશુપાલકોએ રસ્તા ઉપર ઉતરી આવી ગૌચર જમીન પશુપાલકો માટે રાખવાની માંગ સાથે ભારે હોબાળો મચાવ્યો હતો

ભરૂચ જિલ્લામાં ગૌચર જમીન ઉપર પણ કેટલાય લોકોએ અડીંગો જમાવ્યો હોવાના અનેક વાર આક્ષેપો થયા છે ત્યારે અંકલેશ્વરના અંદાડા ગ્રામ પંચાયતની હદમાં ગૌચરની જમીન ઉપર વૃક્ષારોપણ સાથે વોલ બનાવી હોવાના કારણે પશુપાલકોએ પોતાના પશુઓને લઇને ક્યાં જવું તે પ્રશ્ન ઊભો થતા પશુપાલકોએ આજે રસ્તા ઉપર ઉતરી આક્રોશ વ્યક્ત કર્યો હતો.

પશુપાલકોએ સ્થાનિક મામલતદાર સહિત પ્રાંત અધિકારીને પણ લેખિત રજૂઆત કરવા છતાં પશુપાલકોની સમસ્યાનો હલ ન થતાં આખરે ગૌચર બચાવોના નારા સાથે પશુપાલકો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. ગૌચર જમીન ઉપર કબજો જમાવવા માં આવતો હોવાના આક્ષેપ સાથે પશુપાલકોએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો ગૌચર જમીન વિના પશુપાલકો પશુઓને ચરાવવા ક્યાં જશે તે પ્રશ્ન ઊભો થયો છે ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પશુપાલકોએ ગૌચર બચાવોના નારા સાથે ન્યાયની આશા વ્યક્ત કરી રહ્યા છે.

Next Story