અંકલેશ્વર: રામનવમીના પર્વને અનુલક્ષી પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજાય

અંકલેશ્વરમાં આવતીકાલે રામ નવમીના પર્વની ઉજવણી કરવામાં આવશે ત્યારે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update

આવતીકાલે અંકલેશ્વરમાં ઠેર ઠેર રામનવમીના પર્વની ઉજવણી કરવામાં આવશે રામનવમી નિમિત્તે ભગવાન રામની વિશાળ શોભાય યાત્રાઓ પણ નીકળશે ત્યારે આ દરમિયાન શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી અંકલેશ્વર વિભાગીય પોલીસવડા ડો. કુશલ ઓઝાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શોભાયાત્રાના આયોજકો તેમજ શાંતિ સમિતિના સભ્યો જોડાયા હતા. શોભાયાત્રા દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાશે આ સાથે જ રામનવમીનું પર્વ કોમી એખલાસ ભર્યા વાતાવરણમાં ઉજવાય તે માટે પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે

Latest Stories