અંકલેશ્વર : પોદાર જમ્બો કિડ્સ શાળાના વિદ્યાર્થીઓની બહુસાંસ્કૃતિક પ્રવૃત્તિ-નૃત્યકલાને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું

પોદાર જમ્બો કિડ્સના કિન્ડરગાર્ટનના વિદ્યાર્થીઓના બહુસાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને નૃત્યકલાના પ્રદર્શનને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન પ્રાપ્ત થયું છે.

New Update
અંકલેશ્વર : પોદાર જમ્બો કિડ્સ શાળાના વિદ્યાર્થીઓની બહુસાંસ્કૃતિક પ્રવૃત્તિ-નૃત્યકલાને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની પોદાર જમ્બો કિડ્સના કિન્ડરગાર્ટનના વિદ્યાર્થીઓના બહુસાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને નૃત્યકલાના પ્રદર્શનને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન પ્રાપ્ત થયું છે.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક આવેલ પોદાર જમ્બો કિડ્સના કિન્ડરગાર્ટનના વિદ્યાર્થીઓ માટે બહુસાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને નૃત્યકલાના પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં પોદાર એજ્યુકેશને ગૌરવથી એક ગ્રાઉન્ડબ્રેકિંગ ઇવેન્ટને પ્રસ્તુત કર્યો હતો. જેમાં પોદાર જમ્બો કિડ્સના નર્સરી, જુનિયર KG તથા સિનિયર KGના મહત્તમ વિદ્યાર્થીઓએ બહુસાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરવા માટે રેકોર્ડ બનાવ્યો હતો. જેની ગ્રાન્ડ ફિનાલે ગત તા. 28મી એપ્રિલ 2024ના રોજ યોજાય હતી. જેમાં 2થી 6 વર્ષની વયના કુલ 665 વિદ્યાર્થીઓએ 'વિશ્વ હેરિટેજ દિવસ'ની ઉજવણી માટે વિવિધ મલ્ટી કલ્ચરલ પ્રવૃત્તિઓનું પ્રદર્શન કર્યું હતું. જેમાં મુંબઈ, જયપુર, વડોદરા, અંકલેશ્વર, ભરૂચ, ભોપાલ, વાપી અને દમણ ખાતે આવેલી પોદાર જમ્બો કિડ્સની વિવિધ શાખાઓમાં યુવા ટોડલર્સે રેકોર્ડ બનાવ્યો હતો. જેને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ દ્વારા પ્રમાણિત કરવામાં આવ્યો છે. આ ઈવેન્ટ બહુસાંસ્કૃતિક શિક્ષણના મહત્વ પર પ્રકાશ પાડે છે, અને એનાથી વિશેષ આપણા દેશના ભાવિ નેતાઓ વચ્ચે એકતા અને આદરને પ્રોત્સાહન આપે છે, ત્યારે મોટી સંખ્યામાં વાલીઓ સહિત વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Latest Stories