Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: જીન ફળિયામાં જુગાર રમતા 2 જુગારીઓની પોલીસે કરી ધરપકડ

અંક્લેશ્વરના જીન ફળીયામાં જુગાર રમતા બે જુગારીયાઓને ભરુચ એલસીબીએ 11 હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા

અંકલેશ્વર: જીન ફળિયામાં જુગાર રમતા 2 જુગારીઓની પોલીસે કરી ધરપકડ
X

અંક્લેશ્વરના જીન ફળીયામાં જુગાર રમતા બે જુગારીયાઓને ભરુચ એલસીબીએ 11 હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા જ્યારે મુખ્ય સૂત્રધાર મહિલા જુગારી ફરાર થઈ ગઈ હતી

વડોદરા રેન્જ આઈ.જી સંદિપ સિંહ અને ભરુચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા પ્રોહીબિશન જુગારની પ્રવૃત્તિ સદંતર બંધ રહે તે માટે સ્પેશ્યલ પ્રોહિબિશન જુગાર ડ્રાઇવ યોજી અસામાજિક પ્રવૃતિઓ અટકાવવા આપેલ સૂચનાને આધારે ભરુચ એલસીબીના ઇન્ચાર્જ પી.આઈ એમ.એમ.રાઠોડના માર્ગ દર્શન હેઠળ પી.એસ.આઈ આર.કે.ટોરાણી સહિત સ્ટાફ અંકલેશ્વર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંક્લેશ્વર રેલ્વે સ્ટેશન નજીક આવેલ જીન ફળીયામાં રહેતી જયાબેન પ્રવિણ વસાવા તેના માણસો વડે તેના ઘરની પાછળ ખુલ્લી જગ્યામા ફરક આંકનો સટ્ટો બેટીંગનો જુગાર રમાડી રહી છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા મળી કુલ 11 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને નવા દીવા ગામના શામજી ફળિયામાં રહેતો જુગારી જયેશ અંબાલાલ પરમાર અને સુનીલ વસાવાને ઝડપી પાડ્યો હતો જ્યારે મુખ્ય સૂત્રધાર મહિલા જુગારી જયાબેન વસાવાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story