અંકલેશ્વર: GIDCમાંથી જૂની બેટરીની ચોરી કરનાર 3 આરોપીઓની પોલીસે કરી ધરપકડ,20 નંગ બેટરી કબ્જે કરાય

તસ્કરો વોલ કુદી અંદર પ્રવેશ કર્યો હતો અને જૂની બેટરી નંગ-૨૦ મળી કુલ ૫૫ હજારથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા

New Update
અંકલેશ્વર: GIDCમાંથી જૂની બેટરીની ચોરી કરનાર 3 આરોપીઓની પોલીસે કરી ધરપકડ,20 નંગ બેટરી કબ્જે કરાય

અંકલેશ્વરની યુપીએલ-૧ કંપનીની બાજુમાં આવેલ રૂબી કેમ કમ્પાઉન્ડમાંથી જૂની બેટરીની ચોરી કરનાર ત્રણ આરોપીઓ ઝડપાયા ગત તારીખ-5મી ઓક્ટોબરના રોજ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ પરમભૂમિ પાર્ટી પ્લોટ સ્થિત ખુશ સ્વેર ખાતે રહેતા હર્ષદકુમાર નરોત્તમ પટેલ અંકલેશ્વરની યુપીએલ-૧ કંપનીની બાજુમાં આવેલ રૂબી કેમ જનરેટર બેટરીનું લે-વેચનો વેપાર કરે છે તેઓના ગોડાઉનને નિશાન બનાવ્યું હતુંતસ્કરો વોલ કુદી અંદર પ્રવેશ કર્યો હતો અને જૂની બેટરી નંગ-૨૦ મળી કુલ ૫૫ હજારથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા ચોરી અંગે શહેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.તે દરમિયાન ચોરીની ઘટનાને અંજામ આપનાર પટેલ નગરની પાછળ આવેલ ઝૂંપડપટ્ટીમાં ફરી રહ્યા છે જેવી બાતમીના આધારે શહેર પોલીસે રેડ પાડી જીગ્નેશ ઉર્ફે જીગલો રણજિત રાઠવા,મુકેશ રમણ વસાવા અને વિજય વસાવાને ઝડપી પાડ્યો હતો અને તમામ મુદ્દામાલ કબ્જે કરી તપાસ હાથ ધરી છે.

Advertisment