/connect-gujarat/media/post_banners/8ddd590acac546e05eb03bd8e45742e8f4d9a48685459fdda79e3a0129b4216b.webp)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર બી’ ડિવિઝન પોલીસે મોતાલી ગામના સ્મશાન નજીક અમરાવતી ખાડી કિનારે જુગાર રમતા 8 પૈકી 3 જુગારીયાઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર બી’ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમા હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે, મોતાલી ગામના સ્મશાન નજીક અમરાવતી ખાડી કિનારે ખુલ્લી જગ્યામાં જુગારધામ ચાલી રહ્યું છે. જેવી બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ 11 હજાર અને એક મોબાઈલ ફોન મળી કુલ 12 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ સાથે જ મોતાલી ગામના દેસાઇ ફળિયામાં રહેતા 3 ઇસમોને ઝડપી પાડ્યા હતા, જ્યારે અન્ય 5 ફરાર જુગારીઓને વોન્ટેડ જાહેર કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.