/connect-gujarat/media/post_banners/991b592de8f91afe5ceb601d990114b54c392026dd637d2d38b78060e026db5f.webp)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર બી’ ડીવીઝન પોલીસે મહાવીર ટર્નીંગ નજીક આવેલ બાપુ નગર બ્રીજ ઝૂપડપટ્ટી વિસ્તારમાંથી જુગાર રમતા 3 જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા, જયારે અન્ય 2 જુગારી ફરાર થઇ ગયા હતા.
મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર બી’ ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો, તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, મહાવીર ટર્નીંગ બાપુ નગર બ્રીજ સ્થિત ઝૂપડપટ્ટીમાં ખુલ્લી જગ્યામાં જુગારધામ ચાલી રહ્યું છે, ત્યારે બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડા પાડ્યા હતા. જેમાં પોલીસે સ્થળ પરથી રોકડ 34 હજાર અને 2 ફોન મળી કુલ 36 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો, અને જુગાર રમતા તાડ ફળિયાના 3 ઇસમોને ઝડપી પાડ્યા હતા, જયારે અન્ય 2 જુગારી ફરાર થઇ જતાં પોલીસે બન્ને ઇસમોની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.