Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : ભાટવાડમાંથી ચોરી થયેલા બકરા સાથે નડિયાદના 3 ઈસમની પોલીસે કરી ધરપકડ...

શહેરના ભાટવાડમાંથી ચોરાયેલા બકરા સાથે નડિયાદના 3 ઈસમની અંકલેશ્વર શહેર એ’ ડિવિઝન પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વર : ભાટવાડમાંથી ચોરી થયેલા બકરા સાથે નડિયાદના 3 ઈસમની પોલીસે કરી ધરપકડ...
X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના ભાટવાડમાંથી ચોરાયેલા બકરા સાથે નડિયાદના 3 ઈસમની અંકલેશ્વર શહેર એ’ ડિવિઝન પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, ગત તા. 14મી ઓગષ્ટના રોજ ધોળા દિવસે 46 હજારની કિંમતના 10 બકરા-બકરી ચોરીની ફરિયાદ અંકલેશ્વર શહેર એ’ ડિવિઝન પોલીસ મથકે નોંધાય હતી. અંકલેશ્વરના ભાટવાડ ખાતે રહેતા 65 વર્ષીય મંગી વસાવા બકરા પશુપાલન કરે છે. ગત તા. 14મી ઓગષ્ટના રોજ બપોરના સમયે તેઓ જમવા બેઠા હતા. તે દરમિયાન બહાર પાલો ખાતા બકરા સાથે શ્વાન લડતાં રોડ પર દોડી ગયા હતા. જમીને તેઓ તેમના બકરા જોતા બહાર નહીં દેખાતાં આજુબાજુ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, એક કારચાલક બકરાને કારમાં ભરી લઇ ગયો હતો. જે અંગે તેમણે અંકલેશ્વર શહેર એ’ ડિવિઝન પોલીસ મથકમાં 6 બકરા અને જેઠના પુત્ર સુરેશ વસાવાના 4 બકરાની ચોરી અંગે ફરિયાદ આપી હતી. પોલીસે 10 બકરા કિંમત રૂ. 46,000ની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ ચલાવી હતી. આ ઘટના સંદર્ભે LCB પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ સ્થળની મુલાકાત લઇ આજુબાજુના સીસીટીવી ફૂટેજ અને વર્ણન આધારે તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન માહિતી મળી હતી કે, બકરા ચોરીમાં નડિયાદના 3 ઈસમોની સંડોવણી છે. જેના આધારે LCB અને અંકલેશ્વર એ’ ડિવિઝન પોલીસની સંયુક્ત ટીમ બનાવી નડિયાદ પહોંચી હતી. માહિતીના આધારે રીઢા બકરા ચોર શૈલેષ તળપદા, અજય જયેન્દ્ર ચૌધરી અને નીલકંઠ પોપટ તળપદાને ઝડપી પાડ્યા હતા. પોલીસે ત્રણેયની પ્રાથમિક પૂછપરછ કરતા ત્રણેય ઈસમોએ ચોરીની કબૂલાત કરી હતી. પોલીસ ચોરીમાં વપરાયેલી કાર કબ્જે કરી હતી, જ્યારે ચોરાયેલા 10 બકરા અને બકરી રિકવર કરવા માટે રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી.

Next Story